વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામની સીમમાં વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી વિક્રમ દિનેશભાઇ વીંઝવાડિયા અને શંકર વજાભાઈ સારલા નામના શખ્સોને દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, દેશી દારૂ અને દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 7350ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં વાંકાનેરના જામસર – ભીમગુડા રોડ ઉપર પોલીસે શંકાસ્પદ હાલતમાં થેલી લઈને નીકળેલા જામસર ગામના મુકેશ મનસુખભાઇ દંતેસરિયા નામના યુવાનને રોકવા પ્રયાસ કરતા મુકેશ થેલી છોડી મુઠ્ઠીઓ વાળી નાસી ગયો હતો. જો કે, પોલીસે થેલી ચેક કરતા થેલીમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની બે બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે મુકેશને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં ચંદ્રપુર નાલા પાસેથી સીટી પોલીસે મહમદકોનેન અંજુમભાઈ શેરસિયા અને જયદીપ મનુભાઈ ચૌહાણ નામના ઇસમોને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.