શાંતિથી સુઈ જવાનું કહેતા ઘરમાં દારૂ પી ઝગડા કરતો’તો
વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણી ગામે દારૂ પીને અવાર નવાર પત્ની સહીતના પરિવારને હેરાન કરતા શખ્સને તેની પત્નીએ ફટકાર્યો હોય ઇજાગ્રસ્ત પતિ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ થયો છે.


જાણવા મળ્યા મુજબ આ મામલે પોલીસે ફરીયાદ નોંધી છે. કોટડા નાયાણી ગામે રહેતા દિનેશ જકશી સોલંકી (ઉ.વ.40) ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ થયો હતો. હોસ્પીટલ પોલીસ ચોકીના સ્ટાફે પુછપરછ કરતા દિનેશને તેની પત્ની હંસાએ 

માર માર્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસની પ્રાથમીક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ દિનેશ અવાર નવાર દારૂ પીને ઘરમાં ઝઘડો કરતો હોય તેમજ કોઇ કામ-ધંધો કરતો ન હોય દંપતી વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. ગઇકાલે રાત્રે પણ દિનેશે દારૂ પીને પત્ની સાથે ઝઘડો કરતા હંસાએ તેને ફટકાર્યો હતો. દિનેશને સંતાનમાં બે દિકરા અને ચાર દિકરી હોવાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે નોંધ કરી વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી છે…
