કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વઘાસીયા ટોલટેક્સમાં રૂપિયા 5 થી 40 સુધીનો વધારો

ફોર વ્હીલના કાર, પેસેન્જર વાન અને જીપ માટે સિંગલ મુસાફરી માટે રૂ. 120 થયા

વાંકાનેર: ગઈ મધ્યરાત્રીથી વાંકાનેર પાસે આવેલ બામણબોર-કચ્છને જોડતા નેશનલ હાઇવે ઉપર આવેલ વઘાસીયા ટોલનાકા ખાતે ટોલટેક્સના દરમાં રૂપિયા 5 થી લઈ રૂપિયા 40 સુધીનો વધારો અમલી બનાવવામાં આવ્યો છે. સાથે જ વઘાસીયા ટોલનાકના માસિક પાસના ભાવમાં પણ 10 રૂપિયા વધારો કરાયો છે…
નેશનલ હાઇવે ઓથોરિટીના જણાવ્યા મુજબ વઘાસીયા ટોલનાકા ખાતે વસુલવામાં આવતા ટોલટેક્સના દરમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં અગાઉ ફોર વ્હીલના કાર, પેસેન્જર વાન અને જીપ જેવા વાહનો માટે સિંગલ મુસાફરી માટે છે 115 રૂપિયા લેવામાં આવતા હતા તેમાં વધારો કરી રૂ. 120 કરાયા છે. જયારે રિટર્ન મુસાફરી માટે રૂપિયા 170 ના રૂ.180 કરાયા છે. જ્યારે લાઈટ કોમર્શિયલ વાહનના જે 185 રૂપિયા લેવાતા હતા તે 190 કરી દેવાયા છે અને બસ જેવા વાહનોના 390 રૂપિયા લેવામાં આવતા હતા તે વધારીને 400 રૂપિયા કરી દેવાયા છે…

વધુમાં મધ્યરાત્રીથી વઘાસીયા ટોલનાકા ખાતે થ્રી એક્સલ કોમર્શિયલ વાહનોના અગાઉ લેવામાં આવતા રૂ. 425ના સ્થાને નવા દર રૂ 440 કરી દેવાયા છે. સાથે જ આ કેટેગરીમાં રિટર્ન મુસાફરી માટે 635 રૂપિયાના બદલે દર વધારી 655 રૂપિયા કરવામાં આવ્યા છે. જયારે કન્સ્ટ્રક્શન મશીનરી અથવા અર્થ મુવિંગ અથવા મલ્ટી એક્સેલ વાહનોના 610 રૂપિયા લેવાતા હતા તે વધીને હવે 630 રૂપિયા કરી દેવાયા છે અને રિટર્ન પાસના અગાઉ રૂ.910ના બદલે રૂ.945 કરાયા છે. આ ઉપરાંત ઓવર સાઈઝ વાહનનો ટોલટેક્સ રૂ. 740 થી વધારી રૂ. 765 કરી રિટર્ન મુસાફરી માટે અગાઉ લેવાતા રૂ. 1110 થી વધારી નવા દર 1150 કરવામાં આવ્યા છે. સાથે જ લોકલ વાહનો માટે મંથલી પાસમાં પણ 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!