વીરપર, પલાંસ અને ભાટિયા સોસાયટીમાં દારૂ અંગે દરોડામાં ઝડપાયા
વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં માટીના ઢગલામા વિદેશી દારૂ છુપાવી વેચાણ કરતા કુકો, બાંગડ અને સાગર નામના શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસે 72 બોટલ દારૂ અને એક બાઈક સાથે ઝડપી લઈ દારૂના આ ધંધામાં ભાગીદાર એવા ભાણજી નામના શખ્સને ફરાર દર્શાવી ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.




જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે વિરપર ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી આરોપી સંજય ઉર્ફે બાંગડ કરશનભાઇ ડાંગરોચા, અજય ઉર્ફે કુકો રૂપાભાઈ ડાંગરોચા અને સાગર રમેશભાઈ ડાંગરોચા દારૂનું વેચાણ કરતા હોવાનું બાતમીને આધારે દરોડો પાડી ત્રણેયને 72 બોટલ દારૂ કિંમત રૂપિયા 27 હજાર અને 40 હજારની કિંમતના બાઈક મળી કૂપ 67 હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
વધુમાં વિદેશી દારૂના ગેરકાયદે વેચાણના આ ધંધામાં આરોપી ભાણજી વાલજીભાઈ દેકેવાડીયાની સંડોવણી હોવાનું પોલીસના હાથે પકડાયેલા આરોપીઓએ કબૂલાત આપતા વાંકાનેર તાલુકા પોલીસે ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વાંકાનેરમાં આરોપી સચીનભાઈ ઉર્ફે ચચો રસીકભાઈ ગોહીલ ભાટીયા સોસાયટી દશામાના મંદીર પાસે રૂપિયા ૮૦ની કિમતના ૦૪ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.
વાંકાનેરમાં આરોપી સાદુરભાઇ કાળાભાઇ કુણપરા પલાસ ગામના પાણીના ટાંકા પાસે રૂપિયા ૮૦ની કિમતના ૦૪ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.વાંકાનેરમાં આરોપી બહાદુરભાઇ કાળાભાઇ કુણપરા પલાસ ગામના ઝાંપા પાસે રૂપિયા ૬૦ની કિમતના ૦૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.