પ્રમુખ માટે પાંચ, ઉપપ્રમુખ માટે ત્રણ, સેક્રેટરી માટે છ અને જોઇન્ટ સેક્રેટરી માટે ત્રણ ફોર્મ ભરાયાં
વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ પદ માટે પાંચ, ઉપપ્રમુખ પદ માટે ત્રણ, સેક્રેટરી પદ માટે છ અને જોઇન્ટ સેક્રેટરી પદ માટે ત્રણ ફોર્મ ભરાયાં છે, જ્યારે ખજાનચી પદ માટે એકમાત્ર અર્પિત જોબનપુત્રાએ ફોર્મ ભરતા બિનહરીફ થયાં છે….
અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર બાર એસોસિયેશન માટે આગામી તા. 20 ડિસેમ્બરના રોજ સવારે 10 થી બપોરે 02 વાગ્યા સુધી મતદાન અને ત્રણ વાગ્યે મતગણતરી થશે, જેના માટે તા. 2 ડિસેમ્બર થી 6 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી હતી. તા. 9 તારીખ સુધીમાં ફોર્મ ચકાસણી થશે. 10 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકાશે અને 11 ડિસેમ્બરના રોજ ઉમેદવારની આખરી યાદી જાહેર કરવામાં આવશે. જેમાં ચુંટણી કમીશનર તરીકે વિશાલ જે. પટેલ ફરજ બજાવી રહ્યા છે….
વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણીમાં આગામી મંગળવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચાયા બાદ ચુંટણી ચિત્ર સ્પષ્ટ બનશે, જેમાં હાલ બારની ચુંટણી બિનહરીફ યોજવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેની સફળતા મંગળવારે સ્પષ્ટ થશે…