કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર: દાટી દીધેલ શરીરના કટકા ખોદીને કાઢ્યા

વીસીપરાની રેલવે ફાટક પાસે સરધારકા રોડના ખૂણા પાસે આવેલ મેલડી માતાજીના મંદિર નજીક ખોદકામ કરવામાં આવ્યુ

વાંકાનેર: મૃતક નગમા મુકાસમનો મૃતદેહ જે જગ્યાએ દાટ્યો હતો ત્યાંથી શોધી કાઢવા માટે થઈને ગઈ કાલે અમદાવાદ પોલીસ વાંકાનેર પહોંચી હતી અને વાંકાનેર પોલીસને સાથે રાખીને વીસીપરાની રેલવે ફાટક પાસે સરધારકા રોડના ખૂણા પાસે આવેલ મેલડી માતાજીના મંદિર નજીક ખોદકામ કરવામાં આવ્યુ હતુ અને જે જગ્યામાં ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યાં જુદા જુદા કોથળામાંથી મૃતક યુવતીનું માથું સહિતના અવશેષો મળી આવ્યા હતા જેને પોલીસે કબજે કર્યા છે અને પીએમ માટે લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી…

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અમદાવાદ પોલીસ દ્વારા 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરનાર તાંત્રિક નવલસિંહની ધરપકડ કરવામાં આવી હતી અને તેનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત નિપજ્યુ હતું. તેણે રાજકોટની એક યુવતીની હત્યા કરી હતી અને તેના કટકા કરીને ડેડબોડી વાંકાનેર શહેર નજીક ખાડો ખોદીને દાટી દીધી હોવા અંગેની જે તે સમયે મૃતકે પોલીસને હકીકત આપી હતી જેના આધારે ગઈ કાલે અમદાવાદ પોલીસ વાંકાનેર સીટી પહોંચી હતી અને જે જગ્યા ઉપર લાશ દાટી હોવાની માહિતી હતી ત્યાં જેસીબીની મદદથી ખોદકામ કરવામાં આવતા સ્થળ ઉપરથી મૃતક યુવતીનું માથું સહિતના શરીરના અવશેષો મળી આવતા પોલીસે તેને કબજે કરીને તે અવશેષોને પીએમ માટે લઈ જવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી…

સમગ્ર ગુજરાતની અંદર ચકચાર મચાવી દેનાર સીરીયલ કિલર તાંત્રિક નવલસિંહની થોડા સમય પહેલા અમદાવાદના સરખેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટના 62 વર્ષના વૃદ્ધ કાદર અલી મુકાસમ ઘરના કલેશ અને પરેશાની દૂર કરવા તાંત્રિક નવલસિંહના આશરે ગયા હતા. ત્યાર બાદ કાદરભાઈ તેમના પત્ની અને પુત્રના મૃતદેહ પડધરી નજીક મોટા રામપાર ગામે જંગલમાં ખરાબ હાલતમાં પડેલી રીક્ષામાંથી મળ્યા હતા, અને તમામને આપઘાત કર્યાની વિગતો સાથે પોલીસે તપાસ પૂર્ણ કરી હતી. જોકે નવલસિંહે આ તમામને પણ પાવડર પીવડાવીને હત્યા કર્યાની વિગતો સામે આવી છે…

નવલસિંહ 13 વર્ષમાં કુલ 12 હત્યા કરી હતી. તેના પરિવારના ત્રણ સભ્યોને બાદ કરતાં બાકીના આઠ લોકોની હત્યા બાબતે નવલસિંહની કેફિયતની આપી હતી જેથી મોબઈલફોન લોકેશન પોલીસે મેળવ્યા હતા, અને પરિવારજનોના પણ કોલ રેકોર્ડસ મેળવ્યા હતા. પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટના ભગવતીપરામાં રહેતા કાદરભાઈ અલીભાઈ મુકાસમ, તેમની પત્ની ફરીદાબહેન અને પુત્ર આસિકનો મૃતદેહ મોટા રામપર ગામના જંગલમાંથી મળી આવ્યો હતો. પુત્રી નગમાની હત્યા કરીને મૃતદેહના ટૂકડા કર્યા હતા. જે વાંકાનેર પાસે દાટી દીધા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!