કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશ મઢવીનું રાજીનામું

વાંકાનેર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું આપવામાં આવ્યું છે અને હાલમાં પોતાના કુટુંબની જવાબદારી વધી ગઈ હોવાથી તે પક્ષને પૂરતો સમય આપી શકતા ન હોય તે માટે થઈને આ રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ તેમણે રાજીનામાં પણ કરેલ છે

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓથી લઈને ધારાસભા તેમજ સંસદ સુધી સતામાં છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના હોદ્દાને લેવા માટે થઈ પણ કાર્યકર્તાઓમાં પડાપડી થતી હોય તેવું ઘણી વખત જોવા મળેલ છે જોકે જિલ્લાના પાંચ તાલુકામાં ક્યાંકને ક્યાં સ્થાનિક રાજકીય આગેવાનો વચ્ચે ખેચતા ચાલી રહી છે તે વાતો પણ નિર્વિવાદિત છે તેવામાં મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ દ્વારા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખને પોતાનો લેખિત રાજીનામું મોકલાવી આપવામાં આવ્યું છે જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ પરેશભાઈ મઢવી દ્વારા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખને પોતાનું શહેર ભાજપ પ્રમુખ પદ ઉપરથી લેખિત રાજીનામું મોકલાવી આપેલ છે તેમાં જણાવ્યુ છે કે, તેઓને કુટુંબની જવાબદારી વધી ગઈ હોવાથી તે પક્ષને સમય આપી શકતા ન હોય તે બાબતને ધ્યાનમાં રાખીને હાલમાં તેમને રાજીનામું આપ્યું છે જોકે ખરેખર કુટુંબની જવાબદારી વધી ગઈ હોવાથી જ આ જાહેરનામું અપાયું છે કે પછી વાંકાનેરમાં ચાલતા રાજકીય ધમાસણના લીધે આ રાજીનામું મુકવામાં આવ્યું છે તે પણ હાલમાં વાંકાનેરની અંદર ચર્ચાનો વિષય બનેલ છે

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!