વાંકાનેર: જો પતંગની દોરીથી ઇજા થાય, કૂતરું કે અન્ય પ્રાણી-જનાવર કરડે કે રખડતા ઢોરથી રાહદારી અથવા વાહન ચાલકને ઇજા થાય તો ભોગ બનનારને આરોપી બનાવાતા નથી. પરંતુ વાંકાનેરમાં તારીખ ૦૬/૧૧/૨૦૨૩ ના રોજ આરોગ્યનગર શેરી નં-૨ બસ સ્ટેન્ડ સામે રહેતા મુકેશભાઈ ભવાનભાઈ મદ્રેસાણીયા એક્ટિવા લઈને રાતીદેવરી જતા અચાનક ખુંટીયો આવી જતા અને માથામાં ઇજા થતા સારવાર માટે વાંકાનેર હોસ્પિટલમાં અને પછી રાજકોટ હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજતા ભોગ બનનારને વાંકાનેર સીટી પોલીસે આરોપી બનાવેલ છે. હકીકતમાં અજાણ્યા ઢોર માલિક સામે ગુન્હો નોંધવાનો હોય છે.




બીજા બનાવમાં તા: 28-11-2023ના વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં આવેલ જૂની જીઇબી ઓફીસ પાસે અકસ્માતે દીવાલ ધસી પડતા વાંકાનેર મામલતદાર કચેરી પાછળ રહેતા અરજણભાઈ રાજેશભાઈ બાલસિંગ (ઉ.18) નામના યુવાનનું ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. પાછળથી ઈજાગ્રસ્ત અન્ય શખ્સનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જયારે આ પ્રકારના રાજકોટ શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ પર બાંધકામ સાઈટ પર 11માં માળેથી પટકાતા શ્રમિકનું મોત નિપજવાના બનાવમાં પોલીસે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાંધકામ સાઈટ પર મજુરોને સેફ્ટીના સાધનો આપ્યા ન હોવાથી સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, તો વાંકાનેરમાં કોન્ટ્રાકટર સામે ફરિયાદ કેમ નહીં?
સમગ્ર ગુજરાતમાં ગુન્હાનો પ્રકાર સમાન હોય ત્યારે ગુન્હાની કલમ સમાન ધોરણે જ નોંધાય અને તપાસ પણ સમાન ધોરણે જ થાય તે માટે કમલ સુવાસ ન્યુઝ ગ્રહખાતામાં રજુઆત કરનાર છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
