કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર સીટી પોલીસે સાયબર ક્રાઈમ અંગે વડીલોને જાગૃત કર્યા

ઝુંબેશમાં કોન્સ્ટેબલ સંગીતાબેન અને હિનલબેન, એલ્ડર હેલ્પલાઈનના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર જોડાયા હતા

વાંકાનેર : વાંકાનેર શહેર પોલીસ ટીમ દ્વારા ઓનલાઇન છેતરપિંડી અને સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સિનિયર સિટિજનને ડોર-ટુ-ડોર માહિતી આપી હતી.

વાંકાનેર સીટી પીઆઇ કે.એમ. છાસીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા વડીલોને સાયબર ક્રાઈમ વિશે અને સાયબર ક્રાઈમનો ભોગ બનનાર વ્યક્તિ અથવા સિનિયર સિટિઝને કેવા પ્રકારના પગલાં લેવા સહિતની માહિતી ડોર-ટુ-ડોર જઈને આપી હતી. આ ઉપરાંત એલ્ડર લાઈન 14567 વરિષ્ઠ નાગરિકોની હેલ્પ લાઈન વિશે પેમ્પલેટ આપીને માહિતી આપી હતી. એલ્ડર હેલ્પલાઈન 14567 પેન્શન, દુરુપયોગ, બચાવ વગેરે કેસોમાં કેવી રીતે મદદ કરે તેની માહિતી પણ આપવામાં આવી હતી. આ ઝુંબેશમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંગીતબેન અને હિનલબેન, એલ્ડર હેલ્પલાઈનના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમારે સહિતના સ્ટાફે કરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!