નાના ભાઈએ મોટા ભાઈ ઉપર કરેલી ફરિયાદમાં નિર્દોષ છૂટ્યા
રાજકોટ,તા. ૪ : રૂા. ૫.૫ લાખના ચેક રીટર્ન કેસમાં તહોમતદારને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ વાંકાનેર કોર્ટે કર્યો હતો.

સદર બનાવની હકિકત એવી છે કે આ કામના તહોમતદાર જગદીશભાઇ કેશુભાઇ પરમારને મકાન લેવા માટે પૈસાની જરૂરિયાત હોય આ કામના ફરીયાદી રાજેશભાઇ કેશુભાઇ પરમાર પાસેથી વ્યાજે હાથ ઉછીના ૫.૫ લાખ રોકડા લીધેલા હતા. રાજેશભાઇએ જગદીશભાઇ પાસેથી લખાણ કરાવી બે કોરા ચેકો સહી કરી સિક્યુરીટી પેટે મેળવેલા હતા, જે બંને ચેકો રીટર્ન થતા રાજેશભાઇએ એમના મોટાભાઇ જગદીશભાઇ સામે વાંકાનેર કોર્ટમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ ૧૩૮ હેઠળ ૫.૫ લાખની ચેક રિટર્નની ફરિયાદ કરેલી હતી.

વધુમાં તહોમતદાર જગદીશભાઇના એડવોકેટ દ્વારા વિસ્તારપૂર્વકની દલીલો તથા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલ કરતા કોર્ટે દલીલો માન્ય રાખીને આ કામમાં તહોમતદાર જગદીશભાઇ કેશુભાઇ પરમારને વાંકાનેરના એડિશનલ સિવિલ જજ અને જયુ.મેજી. એ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલો હતો.