વાંકાનેર તાલુકાના ખીજડીયા, મહીકા, જાલસીકા બાદ ગઈ કાલે દીઘલિયામાં પણ દીપડાએ દેખા દીધી છે. ખોરજીયા નૂરમહંમદ અલાઉદીભાઈના વાડામાં ચડી આવી ચાર ઘેટાં અને એક પાડાનું મારણ કર્યું હતું.


ગત વર્ષે દિગ્વિજયનગરમાં પ્રથમ દેખા દીધા બાદ તાલુકાના વાંકિયા, પંચાસીયા સહિત વીડી વિસ્તારની પાસે આવેલ ગામડાઓમાં દીપડાઓના આંટાફેરા વધી ગયા છે. શિયાળાની મૌસમમાં લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે,

વાંકાનેર પંથકમાં દીપડાએ દેખા દીધી હોવાના અનેક બનાવો બની રહ્યા છે તો તાજેતરમાં રામપર વીડી આસપાસના ગામોમાં દીપડાના આટા ફેરા વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ પણ દીપડાને પકડી પાડવા માટે કામે લાગી છે, પણ નિર્ણાયક સ્ટેજે પહોંચી શક્યું નથી. એક વાત સારી છે કે અત્યાર સુધી માનવ જાનહાની નથી થઇ, પણ દીપડો એ હિંસક પ્રાણી છે. ખોરાક વિના એ પણ રહી શકે નહીં. વન વિસ્તાર છોડી માનવ વસાહતનું પ્રયાણ પવન ચક્કીઓ કારણભૂત મનાય છે. કારણ જે હોય તે પણ ઉકેલ જરૂરી છે.
દારૂ અંગેના ગુન્હા:
મૂળ ખીજડીયા હાલ નાકરાવાડીમાં રહેતા જયંતિ તળશીભાઈ સોલંકી પાસેથી ખીજડીયાની નિશાળ પાસેથી 29 કોથળી દેશી દારૂ કબ્જે- વાંકાનેર આરોગ્યનગર સબ સ્ટેશન પાસે રહેતા કિરીટ અંબારામ સરવૈયા અને જેતપરડાના વિના સતાભાઈ સત્રોટીયા પીધેલ પકડાયા.
ટ્રાફિક અંગેના ગુન્હા:
(1) વીરપરના ભગા જગાભાઈ ડાભી (2) મિલ પ્લોટ શેરી નં 5 માં રહેતા મહમદ કાદરભાઈ મુલતાની અને (3) તીથવાના સામજી રતિભાઈ સોલંકી સામે ટ્રાફિક ભંગના કેસ પોલીસખાતાએ નોંધ્યા છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
