કુંભારપરાના અસ્લમને ધારદાર છરી સાથે અને ઢુવાના વલ્લભને લોખંડ પાઇપ સાથે પોલીસ ખાતાએ ઝડપ્યો



વાંકાનેર, મોરબી અને ટંકારા પંથકમાં છરી તેમજ ધોકા જેવા હથિયારો સાથે ઘૂમતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી લઈને હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
એસેઓજી ટીમે વાંકાનેરના જ્વાસા રોડ પરથી આરોપી અસ્લમ બસીર સુમરા (ઉ.વ.૨૦) રહે કુંભારપરા શેરી નં ૨ વાંકાનેર વાળાને ધારદાર છરી સાથે ઝડપી લીધો હતો
બીજા બનાવમાં ટંકારા પોલીસ ટીમે નગરનાકા પાસેથી છોટા હાથી જીજે ૩૬ વી ૦૩૧૭ માં સવાર વલ્લભ ભવાનભાઈ માણદરીયા (ઉ.વ.૩૪) રહે જુના ઢુવા તા. વાંકાનેર વાળાને લોખંડ પાઇપ સાથે ઝડપી લીધો હતો અને તમામ વિરુદ્ધ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ત્રીજા બનાવમાં મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાસેથી આરોપી આરીફ મુસ્તાક બ્લોચ (ઉ.વ.૪૨) રહે મોરબી મકરાણી વાસ વાળાને ધારદાર છરી સાથે ઝડપી લીધો હતો તો એસઓજી ટીમે લીલાપર ચોકડી પાવર હાઉસ પાસેથી આરોપી રણજીત નાગજી દેગામાં (ઉ.વ.૨૭) રહે લીલાપર રોડ મોરબી વાળાને ધારદાર છરી સાથે ઝડપી લીધો હતો જયારે ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારા નગરનાકા પાસેથી આરોપી ઉમેશ કેશુ ભલગામડીયા (ઉ.વ.૪૨) રહે ઘૂટું નવા પ્લોટ તા. મોરબી વાળાને બોલેરો પીકઅપ જીજે ૩૬ ટી ૧૪૭૯ માં લાકડાના ધોકા સાથે ઝડપી લીધો હતો.