વાંકાનેર: વાંકાનેર શહેરના નવાપરા જીઆઇડીસીમાં રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતિય પરિવારનો 11 વર્ષનો તરુણ ગુમ થયો છે.
બનાવની વિગતો જોઈએ તો, મૂળ ઇસ્ટ ચંપારણના વતની અને હાલ વાંકાનેરના નવાપરા GIDCમાં રહેતા લખનકુમાર ગજેન્દ્રભાઈ પાસવાન (ઉ.વ.11) નામનો બાળક ગુમ થયો છે. ગત 19 જાન્યુઆરીના રોજ સાંજે 6 કલાકે પોતાના ઘર પાસે રમતા રમતા બાળક નીકળી ગયું હતું અને બાદમાં ગુમ થયું છે, જેથી બાળક વિશે કોઈપણ માહિતી હોય તો મો. નં. 7984003243 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. પરિવાર ચિંતાતુર બન્યો છે અને બાળકની શોધખોળ શરૂ કરી છે.