જૂનાગઢ જિલ્લા જેલ ખાતે ધકેલવામાં આવ્યો
મોરબી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા એક શખ્સની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. આરોપી શામજીભાઈ ઉર્ફે વિજયભાઈ સુખાભાઈ સારલા (ઉં.વ. ૨૪ રહે નળખંભા, જિ. સુરેન્દ્રનગર) વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અને મોરબી સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલો હતો. 


આ ગુનાઓને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરીએ પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું. જેના આધારે આરોપી શામજીભાઈને ઝડપી લઈ પાસા એક્ટ હેઠળ અટકાયત કરીને જૂનાગઢ જિલ્લા જેલ ખાતે ધકેલવામાં આવ્યો છે..