ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા જ્યુડિશ્યરી ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં ડિસ્ટ્રિકટ જજ કેડરના 22ની બદલી અને 7ને અન્ય ડેપ્યુટેશનમાં પોસ્ટીંગ આપવામાં આવ્યા છે…


જ્યારે સિનિયર સિવિલ જજ કક્ષાના 131 અને અધિક સિવિલ જજ કક્ષાના 69 ન્યાયધીશોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. વધુ વિગત મુજબ ઉનાળુ વેકેશન ખુલવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલના આદેશને


પગલે રજીસ્ટ્રાર જનરલ એસ.ડી.સુથાર દ્વારા જ્યુડિશ્યરી ઓફિસરોની બદલીનો લીથો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં સિનિયર-જુનિયર અને ડિસ્ટ્રિકટ જજ કક્ષાના ઓફિસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં વાંકાનેરના એસ. એ. મેમણને મોરબી મુકાયા છે….
