જાલીનો શખ્સ બાઈક ચોરીમાં: ઢુવા એસબીઆઈમાં ચોરીનો પ્રયાસ
વાંકાનેર: મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી જાહેરહિતમાં ગઈ કાલે વાંકાનેર સીટી પી.આઈ. તરીકે ફરજ બજાવતા પી.ડી. સોલંકીની અનેક વિવાદો વચ્ચે બદલી કરી તેઓને IUCAW-મોરબી ખાતે મુકવામાં આવ્યા છે. આ સાથે જ IUCAW-મોરબી ખાતે રહેલ પી.આઈ. શ્રી એચ. વી. ઘેલાની વાંકાનેર સીટી પી.આઈ. તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સોલંકીસાહેબનો વાંકાનેરમાં કાર્યકાળ નવ મહિના અને વીશ દિવસ રહ્યો છે.
ઢુવા નજીક SBI બેંકની બારી-ગ્રીલ તોડી ચોરીનો પ્રયાસ
ઢુવા નજીક આવેલ એસબીઆઈ બેંકમાં રાત્રીના સમયે બેંકની પાછળના ભાગમાં આવેલ બારી અને ગ્રીલ તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે બનાવને પગલે બેંક મેનેજર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે હાલ બેન્કમાંથી કોઈ રોકડ કે અન્ય ચીજવસ્તુની ચોરી થઇ છે કે કેમ તે સ્પષ્ટ થયું નથી પોલીસે તપાસ ચલાવી છે તો બનાવ મામલે રવિવારે બપોર સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ ના હતી
ચોરાઉ બાઈક સાથે એક ઇસમને ઝડપી લીધો
વાંકાનેર સીટી પોલીસ ટીમ ચોરીના બનાવો અટકાવવા અને અનડિટેકટ ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર નર્સરી ચોકડી પાસેથી શંકાસ્પદ બાઈક ચાલક નીકળતા તેને રોકી ઈ ગુજ્કોપની મદદથી વાહન સર્ચ કરતા બાઈક ચોરીનું હોવાનું ખુલ્યું હતું અને આરોપી રણછોડ વીરજી ગાબુ (ઉ.વ.૨૫) રહે જાલી ગામ રામજી મંદિર પાસે તા. વાંકાનેર વાળાની સઘન પૂછપરછ કરતા બાઈક ચોરીની કબુલાત આપી હતી. જેથી પોલીસે ૧૫ હજારની કિમતનું બાઈક રીકવર કર્યું હતું અને વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે
પોલીસ સ્ટેશનેથી
ટ્રાફિક નિયમના ભંગ સબબ:
જીનપરા શેરી નં 12 માં રહેતા દિપક રમેશભાઈ રાણેવાડિયા અને ભાયાતી જાંબુડિયાના અજય ભુપતભાઇ ચૌહાણ સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ પોલીસ ખાતાએ કાર્યવાહી કરી છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો