કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર – મોરબી ડેમુ ટ્રેન છ દિવસ માટે રદ્દ

તા.1 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી મોરબી સ્ટેશન ખાતે વિવિધ કામને કારણે રેલ ટ્રાફિકને અસર

વાંકાનેર : રાજકોટ ડિવિઝનના મોરબી રેલવે સ્ટેશન પર 17 ડિસેમ્બર, 2023 થી 22 દિવસ માટે યાર્ડ રીમોડેલિંગ અને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકીંગની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે જે અન્વયે વાંકાનેર – મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન તા.1થી 6 જાન્યુઆરી રદ કરવામાં આવી છે.

વિવિધ કામગીરીને કારણે મોરબી સ્ટેશન ખાતે રદ કરાયેલી ટ્રેનમાં ટ્રેન નં 09585 વાંકાનેર-મોરબી ડેમુ અને ટ્રેન નંબર 09586 મોરબી-વાંકાનેર ડેમુ તારીખ 20, 21, 24, 25, 28 ડિસેમ્બર, 2023 અને 1, 2, 3, 4, 5, 6 જાન્યુઆરી, 2024 ના રોજ રદ રહેશે. સાથે જ ટ્રેન નં. 09441, 09443, 09563, 09439, 09561 વાંકાનેર-મોરબી ડેમુ અને ટ્રેન નંબર 09562, 09442, 09564, 09444, 09440 મોરબી-વાંકાનેર ડેમુ તારીખ 3, 4, 5, 6 જાન્યુઆરી, 2024 ના રોજ રદ રહેશે.

આ ઉપરાંત ટ્રેન નં 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ તારીખ 23, 30 ડિસેમ્બર, 2023 ના રોજ 45 મિનિટ અને 6 જાન્યુઆરી, 2024 ના રોજ માર્ગ માં 35 મિનિટ મોડી થશે. તેમજ ટ્રેન નં 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ તારીખ 5 જાન્યુઆરી, 2024 ના રોજ માર્ગ માં 35 મિનિટ મોડી થશે.

જેથી રેલવે વિભાગ દ્વારા તંત્ર મુસાફરોને અનુરોધ કરાયો છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!