કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર પાલિકાના સત્તાધીશો આટલું કરશે?

વરસાદ પડે તે પહેલા રોડ વચ્ચોવચ્ચના ચરેરા, ગટર માટે ખોદાયેલા ખાડા, વધેલા ડામરના જામી ગયેલા પોપડા અને પુલના નીચે બેસતા ગાળા તરફ ધ્યાન આપો

વાંકાનેર શહેર, તાલુકા અને તાલુકા બહારથી આવતા અનેક વાહનચાલકો માટે વાંકાનેર શહેરના ખખડધજ રોડ- રસ્તાઓ માથાના દુઃખાવા સમાન છે. ભૂગર્ભ ગટરના કામ પછી રસ્તાનો કચ્ચરઘાણ કાઢી નાખવામાં આવેલ છે. રોજના હજારો વાહનો આવતા – જતા રસ્તાઓ ઉપર સાઈડમાં ગટર માટેના અને રસ્તા વચ્ચે પાણીની પાઈપલાઈન લેવા ખોદવામાં આવેલા ચરેરા ઠેર ઠેર જેમના તેમ છે.
પાણીની પાઇપલાઈન કાઢવા રસ્તો ખોદવા માટે અરજદાર પાસેથી સમારકામનો નિયમ મુજબ ખર્ચ વસૂલી પછી મંજૂરી આપે છે, પરંતુ પછી, પછી જ રહી જાય છે. નગરપાલિકા તરફથી મહિના નહિ, વરસો સુધી સમારકામ કામ કરવામાં આવતું નથી અને નાગરિકોના લલાટે ખરબચડા રસ્તાની પિડા ભોગવવાની આવે છે. શેરીઓ તો ઠીક, મુખ્ય રસ્તાઓ પર પણ આ ચરેરા જેમના તેમ રહી જાય છે- રહેલા છે.
ચરેરાની ઓછી ઊંડાઈ માટે થડકો ઓછો લાગે તે આશયે ક્યારેક બાઈક ચાલક થોડી દિશા બદલી પાર કરે, ત્યારે પાછળથી આવતા વાહન સાથે ટકરાવાનું જોખમ સતત રહે છે. ચોમાસુ આવી રહ્યું છે, આ ચરેરામાં પાણી ભરાતા વાહનચાલક ઊંડાઈ કળી શકતો નથી, અને કેડનો મણકો ખાંસી જાય તેવો આંચકો ભોગવે છે. ગયા ચોમાસામાં નવાઈની વાત તો એ છે કે આવા ચરેરા ડામર કે સિમેન્ટથી રીપેર કરવાને બદલે મોરમથી પૂરેલા, આથી દ્વિચક્રી વાહન જેવું પસાર થતું તો મોરમના કલરવાળા છાંટા બીજા રાહદારીઓને ઉડતા, ઉડે એટલું જ્ઞાન શું વહીવટદારોને નહી હોય? વળી મોરમ પાણીથી ધોવાતાં બીજી-ત્રીજી-ચોથી વાર નખાય, આટલા ખર્ચમાં તો ડામર કે સિમેન્ટથી સમારકામ થઇ જાય. નાણાંનો ઉઘાડો વ્યય નહિં તો બીજું શું છે?

રોડ વચ્ચોવચ્ચના ચરેરા

ગટરના કામ માટે સાઈડમાં થયેલ ખોદાણ કામ ઉપરનું સમારકામ અમુક ઠેકાણે થયું નથી. રસ્તો તોડી કાઢેલા ચરેરા અને સાઈડમાં ખોદાણકામ, ચાલક જાય તો ક્યાં જાય? હદ તો એ વાતની છે કે છેલ્લે જયારે ડામરકામ થયેલું અને વધેલા ડામરના પોપડા હટાવવાને બદલે રસ્તા પરથી હટાવેલા નહીં ! ના તો કામ કરનારને કોઈ દરકાર – ન તો સુપરવિઝન કરનાર કર્મચારીની કોઈ ગંભીરતા, ભોગવે તો રાહદારીઓ ભોગવે, ભોગવી રહ્યા છે. ખાડા- ચરેરા ઠેકતા વાહનચાલકોનો ગણગણાટ અથવા કહીયે ધીમા સ્વરે બોલાતી (કદાચ) ગાળો તો નહીં સંભળાય, પણ પાછળ બેઠેલી મહિલાના મોઢે “મારા રોયા… વગેરે .. વગેરે ” શબ્દ ન સંભળાય તો જ નવાઈ ! હિસાબ કરો… રોજના કેટલા વાહન, મહિનાના કેટલા, વર્ષના કેટલા… આવા અનિચ્છનીય શબ્દોનો જથ્થો ક્યાં જઈ પહોંચે? એના ચહેરાના હાવભાવ ત્યાં ઉભા રહીને વહીવટદારો એક વાર નિહાળે, તો તેમની પિડા સમજાય. માનવ સહજતા તો કહે છે કે ઊંઘ ન આવે.

વણવપરાયેલા જામેલા ડામરના પોપડા

નગરપાલિકા પ્રિમોન્સુન કામગીરી કરી રહી છે, વરસાદી પાણીના નિકાલ માટે જે અડચણો હશે, તે દૂર કરવાની કામગીરી આરંભાઈ છે, સારી વાત છે. સ્ટેચ્યુ પાસેના વોંકળા ઉપર દુકાનો બની ગઈ છે, આ અડચણ હટાવશો ? સુજલામ સુફલામ યોજના અહીં કામ લાગશે ? શાહબાવાના પુલનો એક ઉગમણી દિશાનો ગાળો બેસી રહ્યો છે, વહીવટી તંત્ર એ બાબતે ધ્યાન આપશે ? કે પછી ઝૂલતા પુલ જેવી દુર્ઘટનાની રાહ જોવાશે ?

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

વાંકાનેર વહીવટદારોને એ વાતની ખબર હશે કે રાજકોટમાં હર્ષ ઠકકર નામનો યુવક બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો, આ દરમ્યાન 50 ફૂટ રિંગરોડ પર ખુલ્લા ખાડામાં પડી જવાથી યુવાનના મોત મામલે સાપરાધ મનુષ્ય વધની કલમ દાખલ થઈ છે. આ ઘટનાને લઈને ત્યાંની મનપાનાં જવાબદારો સામે IPCની કલમ 304 હેઠળ ગુન્હો દાખલ કર્યો છે. આ સાથે ખાડો કોણે ખોદ્યો, સુપરવિઝન કોનું , કોની જવાબદારી મામલે તપાસ થઇ છે.
ટૂંકમાં, વરસાદ પડે તે પહેલા રોડ પર રહેલા ચરેરા, ગટર માટે ખોદાયેલા ખાડા, રોડ પર વધેલા ડામરના જામી ગયેલા પોપડા અને પુલના નીચે બેસતા ગાળા બાબતે વહીવટદારો યોગ્ય કરે, તેવી લોકલાગણી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!