વાંકાનેર: નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને સાત બોર્ડની 28 બેઠકો પૈકી ભાજપને 11, કોંગ્રેસને 1 અને બસપાને 1 કુલ મળીને 13 બેઠકો બિનહરીફ થઈ ગયેલ છે. 15 બેઠકો માટે 32 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા અને
તેના માટે ગત રવિવારે મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતુ જે મત ગણતરી આજે સવારે 9:00 વાગ્યે વાંકાનેરમાં આવેલ અમરસિંહજી હાઇસ્કુલ ખાતે કરવામાં આવનાર છે અને ત્યારે પાંચ ટેબલ ઉપર ક્રમશઃ ઇવીએમ મશીન લાવીને
મતોની ગણતરી કરવામાં આવશે તેમજ 17 પોસ્ટલ બેલેટ તથા ઇવીએમમાં પડેલા મતોની એક સાથે જ ગણતરી કરવામાં આવશે અને આ મતગણતરી માટે થઈને 40 થી વધુ કર્મચારીઓને ફરજ પર રાખવામાં આવ્યા છે. આમ
વાંકાનેર નગરપાલિકાની મતગણતરી નવ વાગ્યાથી શરૂ કરવામાં આવશે અને લગભગ બપોર પહેલા ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને વિજેતાઓના નામ પણ જાહેર કરી દેવામાં આવશે…