કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઇ

ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી: 16 ફેબ્રુઆરીએ મતદાન

ગુજરાત રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ વિસ્તારોમાં આજથી જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે….

ઉલ્લેખનીય છે કે વાંકાનેર નગરપાલિકામાં વર્ષ 2021માં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં રાજકીય ખેંચતાણ વચ્ચે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઓગષ્ટ-2022 માં વાંકાનેર નગરપાલિકાને સુપરસીડ જાહેર કરી પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો સહિતની બોડીને રદ કરી વહીવટદાર તરીકે વાંકાનેર મામલતદારની નીમણુંક કરવામાં આવી હતી, ત્યારથી અત્યારે અઢી વર્ષ સુધી વહીવટદારથી શાષન ચલાવાતું હતું, જેમાં જુની સામાન્ય ચુંટણીની મુદ્દત પુર્ણ થવાના અગીયાર માસ પુર્વે આજરોજ ચુંટણી પંચ દ્વારા વાંકાનેર નગરપાલિકા માટે પેટા ચૂંટણી જાહેર કરાતાં નવી બોડી ફક્ત 11 માસ માટે જ કાર્યરત રહેશે, જે બાદ ફરી પુનઃ ચૂંટણી યોજાશે. રાજકીય હવામાન ગરમ થયું છે. મળેલ માહિતી મુજબ ગ્રામ પંચાયતોની ચૂંટણી પાછળ ઠેલાઇ છે…
ચૂંટણીનો કાર્યક્રમ નીચે મુજબ છે

Content Copying Forbidden !!

error: Content is protected !!