ટંકારા નગરપાલિકા પણ ‘ડ’ માંથી ‘ક’ વર્ગમાં
મોરબી જિલ્લાની વાંકાનેર અને ટંકારા નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી છે. આ અંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવાના આવ્યો છે. જેની 1 એપ્રિલથી અમલવારી થશે અને હવે તે મુજબ ગ્રાન્ટ સહિતની સવલતો મળશે.
જે નગરપાલિકામાં વસ્તી 15થી 25 હજાર હોય છે તેને ‘ડ’ વર્ગ, જેની વસ્તી 25થી 50 હજાર હોય તેને ‘ક’ વર્ગ, જેની વસ્તી 50 હજારથી 1 લાખ હોય તેને ‘બ’ વર્ગ તથા જેની વસ્તી 1 લાખથી વધુ હોય તેને ‘અ’ વર્ગમાં સમાવવામાં આવે છે. વધુમાં નગરપાલિકાઓને
મહાનગરપાલિકામાં સમાવવા, વિસ્તાર વધવા સહિતના ફેરફારોને ધ્યાને રાખી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આગામી 1 એપ્રિલથી સ્થિતએ 149 નગરપાલિકાના વર્ગની જાહેરાત કરી છે. જેમાં ‘અ’ વર્ગમાં 34, ‘બ’ વર્ગમાં 37, ‘૬’ વર્ગમાં 61, ‘5’ વર્ગમાં 17 નગરપાલિકાઓને સમાવવામાં આવી છે…
મોરબી જિલ્લામાં વાંકાનેર અને ટંકારા આ બે નગરપાલિકા અપગ્રેડ થઈ છે. વાંકાનેર નગરપાલિકા અગાઉ ‘ક’ વર્ગમાં હતી. જેને હવે ‘બ’ વર્ગમાં સમાવવામાં આવી છે. જ્યારે ટંકારા નગરપાલિકા જાહેર કરાઈ ત્યારે ‘ડ’ વર્ગમાં રાખવામાં આવી હતી. હવે તેને ‘ક’ વર્ગમાં સમાવવામાં આવી છે. જ્યારે હળવદ નગરપાલિકાને ‘ક’ તથા માળિયા મિયાણા નગરપાલિકાને ‘ડ’ વર્ગમાં યથાવત રાખવામાં આવી છે.