
વાંકાનેર રેલવે સ્ટેશને પાંચ રૂટની ટ્રેન દરરોજ આવે-જાય છે. અઠવાડીએ એક વાર આવતી તેર ટ્રેન છે, જયારે ત્રણ ટ્રેન અઠવાડિયામાં બે વાર આવે છે. ચોવીશ કલાકમાં દરરોજ છવીશ ટ્રેનો આવે છે. આમાં મોરબી તરફ જતી-આવતી ટ્રેનોનો સમાવેશ થતો નથી.

કુલ ચાર પ્લેટફોર્મ પૈકી એક નંબરનું પ્લેટફોર્મ મોરબી તરફ જતી આવતી ટ્રેનો માટે છે. બે, ત્રણ અને ચાર નંબરના પ્લેટફોર્મ પર રાજકોટ સુરેન્દ્રનગર જતી આવતી ટ્રેનો ઉભી રહે છે રેલવે સ્ટેશન વાંકાનેરના ઈન્કવાયરી ના ફોન નંબર 02828-220542 છે




