મચ્છુ -1 ડેમ 0.10 ફૂટથી ઓવરફ્લો: ટંકારામાં દોઢ ઈંચ
વાંકાનેર: આજ તારીખ 5 સપ્ટેમ્બર સવારના દશ વાગ્યા સુધીનો વરસાદ સરકારી આંકડા મુજબ વાંકાનેર શહેરમાં 951 મી.મી. એટલે કે આડત્રીસ ઇંચ અને ચાર દોરા પડી ચૂક્યો છે, અત્રે પણ ઝરમર વરસાદ ચાલુ છે.
મચ્છુ -1 ડેમ પર અત્યારે 223 કયુસેક પાણીની આવક છે અને એટલી જ જાવક છે, ડેમ હાલ 0.10 ફૂટથી ઓવરફ્લો થઇ રહ્યો છે. ડેમ સાઈટ પર પણ સિઝનનો કુલ વરસાદ 951 મી.મી. નોંધાયો છે. ટંકારામાં 10 વાગ્યાની આસપાસ આશરે દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.