કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આધાર અપડેટ કરાવવામાં વાંકાનેરવાસીઓ અકળાયા

લોકો પૂછી રહ્યા છે કે આગેવાનો ક્યાં છે?

સરકારી સર્વર વારંવાર બંધ થઈ જતાં ભારે હાલાકી
કામ-ધંધા છોડી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા લોકો

વાંકાનેર: વાંકાનેર સહીત સમગ્ર ગુજરાતમાં હાલ આધાર કાર્ડમાં અપડેટની માથાકૂટ ચાલી રહી છે. થોડા સમય પહેલા જ રાજ્યભરમાંથી KYCનો કકળાટ જોવા મળ્યો હતો. KYC કરાવવા માટે લોકોની લાઈનો હતી પરંતુ સરકારી સર્વર વારંવાર બંધ થઈ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો હવે આધાર કાર્ડમાં પણ લોકો હાલ જોરદાર હેરાન થઈ રહ્યા છે. આધારમાં પણ અપડેટ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. જાણવા મળ્યા મુજબ ટોકન વિતરણથી અરજદારોની સંખ્યા વધુ હોય છે…છેલ્લા કેટલાક સમયથી ગુજરાત જાણે લાઈનમાં હોય તેવું લાગી રહ્યું છે. જાતભાતના સરકારી કામ માટે જ્યાં નજર કરીએ ત્યાં લોકોની લાઈનો જોવા મળી રહી છે. RTOની કામગીરી હોય કે રાશન કાર્ડની કામગીરી…બધે જ લાઈનો જોવા મળી હતી…આ લાઈનો હજુ ઓછી થવાનું નામ નથી લઈ રહી પોસ્ટ ઓફિસ હોય કે સેવા સદન કે પછી જન સેવા કેન્દ્ર; આધારકાર્ડ સુધારા વધારા માટે લાઈનો જોવા મળી રહી છે…અરજદારો પોતાનો કામ ધંધો છોડીને સવારથી જ લાઈનમાં લાગેલા જોવા મળી રહ્યા છે…અરજદારો પોતાનો કામ ધંધો છોડીને લાઈનમાં લાગેલા છે. પરંતુ લાઈનમાં લાગ્યા પછી પણ કામ થશે કે નહીં તે નક્કી નથી…કારણ કે આધારનું સર્વર વારંવાર ડાઉન થઈ જાય છે. ઘણીવાર તો એવું થાય છે કે આખો દિવસ લાઈનમાં ઉભા રહ્યા બાદ જ્યારે નંબર આવે ત્યારે જ સર્વર બંધ થઈ જાય છે….જેના કારણે વ્યક્તિનો આખો દિવસ ફેલ જાય છે….નવા આધારકાર્ડ માટે અને આધારકાર્ડમાં સુધારા-વધારાની કામગીરી માટે વહેલી સવારથી અરજદારોની લાઈનો લાગે છે. કડકડતી ઠંડીમાં બાળકો સહિતના લોકો ઉભા રહેવા મજબૂર બને છે તેમ છતાં પણ આધારકાર્ડની કીટ વધારવામાં નથી આવતી. ઘણી વખત તો સવારથી ઉભા રહ્યા હોય અને જ્યારે નંબર આવે ત્યારે આધારકાર્ડની કામગીરી બંધ કરી દેવામાં આવે છે જેથી અરજદારોને ધરમના ધક્કા ખાવા પડે છે આધાર ફરજિયાત છે પરંતુ આધાર બનાવવાની ઢીલી કામગીરીથી લોકોમાં ભારે રોષ છે…સાથે e-KYCની કામગીરી પર સમયસર ન થતી હોવાથી મુશ્કેલી ભોગવવી પડે છે…ત્યારે હવે જિલ્લા વહીવટી તંત્ર આ મુદ્દે ધ્યાન આપે તેવી માગ ઉઠી છે. લોકો જે મુશ્કેલી વેઠી રહ્યા છે, તે અંગે નીંભર સરકારી તંત્રને કોઈ દરકાર નથી, લોકો પૂછી રહ્યા છે કે આગેવાનો ક્યાં છે?

Content Copying Forbidden !!

error: Content is protected !!