રાજયમાં એસટી નિગમે તાજેતરમાં જ 2300 જેટલા નવા કંડકટરોની ભરતી કરી છે અને રાજયનાં રાજકોટ સહિત જુદા જુદા ડિવિઝનોને ડેપો વાઈઝ ફાળવણી કરી દીધી છે.

તાજેતરમાં જ રાજકોટ એસટી વિભાગને પણ 284 નવા કંડકટરોની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ નવા કંડકટરોની ટ્રેનિંગ પણ આજથી રાજકોટ ખાતે શરૂ કરી દેવામાં આવી છે તેમ વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવેલ હતું.

વધુમાં તેઓએ જણાવેલ હતું કે રાજકોટ ડેપોને 49 કંડકટરોની ફાળવણી કરવામાં આવી છે. જયારે મોરબી ડેપોને 37, ગોંડલ ડેપોને 67, લીંબડી ડેપોને 18, જસદણ ડેપોને 21, વાંકાનેર ડેપોને 71 ધ્રાંગધ્રા ડેપોને 5, રાજકોટ વોલ્વો ડેપોને 16, નવા કંડકટરોની ફાળવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે સુરેન્દ્રનગર ડેપો અને ચોટીલા ડેપોને એકપણ નવા કંડકટરોની ફાળવણી કરાઈ નથી…

