વાંકાનેર: તાલુકા સંગઠનની પુનઃરચના કરવામાં આવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી તેમજ સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદભાઈ ચાવડા તેમજ મોરબી જિલ્લા પ્રભારી હિતેશભાઈ ચૌધરી તેમજ સ્થાનિક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા દ્વારા વાંકાનેર તાલુકા ભાજપના હોદ્દેદારો વરણી કરવામાં આવી છે….
આ વરણીમાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ૧). ચતુરભાઈ મકવાણા (ગાંગીયાવદર)ની નિમણૂક સાથે ઉપપ્રમુખ તરીકે ૨). ભગવાનજીભાઈ લગરાભાઈ મેર (રાતડીયા), 3). રેખાબેન અવચરભાઈ વિજવાડિયા (રાજગઢ), ૪). ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ ઝાલા (ઢુવા), ૫). હંસાબેન અવચરભાઈ સરાડીયા (બોકડથંભા), ૬). ભવાનભાઈ ધોધાભાઈ રાઠોડ (રૂપાવટી), ૭). દુષ્યંતસિંહ મહાવીરસિંહ ઝાલા (સિંધાવદર), જ્યારે મહામંત્રી તરીકે ૮). સામજીભાઈ ડોસાભાઈ કેરવાડીયા (ઓળ) અને ૯). ભરતભાઈ સતાભાઈ મુંધવા (હસનપર)
તેમજ મંત્રી તરીકે ૧૦). હકુબેન રમેશભાઈ રોજાસરા (લુણસર), ૧૧) જયેશભાઈ બીજલભાઇ ડોસા (વિનયગઢ), ૧૨). અમૃતબેન જીવરાજભાઈ ગુગડીયા (રાતીદેવરી), ૧૩). નરેન્દ્રભાઈ પોપટભાઈ સોલંકી (દલડી), ૧૪). પ્રવીણભાઈ નરોત્તમભાઈ પંડ્યા (ભાટીયા), ૧૫). ચાવડા હંસાબેન વિનુભાઈ (મેસરીયા) અને કોષાધ્યક્ષ તરીકે ઉપેન્દ્રભાઈ મોહનભાઈ અંદોદરીયા (તિથવા) ની નિમણૂક કરવામાં આવી છે…..