વાહન ચાલક દંડાયા
ટંકારા તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ નાલંદા વિદ્યાલય-વીરપર ખાતે યોજાશે
વાંકાનેર: ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા આગામી દિવસોમાં તાલુકા તથા જિલ્લા કક્ષા યુવા ઉત્સવ યોજવામાં આવનાર છે.જે અન્વયે વાંકાનેર તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ તા. ૭/૮/૨૦૨૪ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે મોહમ્મદી લોકશાળા-ચંદ્રપુર ખાતે અને ટંકારા તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ તા. ૯/૮/૨૦૨૪ ના રોજ બપોરે ૦૨:૦૦ કલાકે નાલંદા વિદ્યાલય-વીરપર ખાતે યોજાશે.
જ્યારે મોરબી જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ તા. ૧૮/૮/૨૦૨૪ ના રોજ સવારે ૦૮:૦૦ લાકે સાર્થક વિદ્યામંદિર- મોરબી ખાતે યોજાશે.આ સ્થળ, તારીખ તથા સમયે જે-તે તાલુકા કક્ષાની સ્પર્ધા માટે સ્પર્ધાના સ્થળે ઉપસ્થિત રહેવાનુ રહેશે. તાલુકા કક્ષાએ વિજેતા થયેલ પ્રથમ ક્રમાંકના સ્પર્ધકે જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૧૮/૮/૨૦૨૪ ના રોજ સવારે ૮:૦૦ લાકે સાર્થક વિદ્યામંદિર-મોરબી ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે જેની ખાસ નોંધ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
વાહન ચાલક દંડાયા
વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે વિછીયા તાલુકાના ભોંયરા ગામના રણછોડભાઈ આંબાભાઇ બાંભવા (ઉ.વ. 29) સામે બી.એન.એસ ક.૨૨૩ મુજબ તે એવી રીતે કે આ કામના આરોપીએ પોતાની આઇસર ગાડી જેના રજી.નંબર- G J-03-AZ-57865786 વાળી શહેરમા અંદર આવવાનો પ્રતિબંધ હોવા છતા નિકળતા મળી આવતા જીલ્લા મેજી.શ્રી મોર બીના જાહેરનામાનં.-ક્રમાંક-નં-જે/એમ.એ.જી-૨/ભારે વાહન/જાહેરનામુ/૧૭૦૭/૨૦૨૪ તા-૧૯/૦૭/૨૦૨૪ થી બહાર પાડેલ જે જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા કાર્યવાહી…
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા
