ભેરડા ગામની સીમમાં પ્લાન્ટના લેબર ક્વાર્ટરમાં ચોરી કરી હતી
વાંકાનેર: ગત તારીખ ૦૬/૦૩/૨૦૨૬ થી ૦૭/૦૩/૨૦૨૬ દરમિયાન ભેરડા ગામની સીમમાં આવેલ ‘ગુરૂકૃપા મીનરલ્સ’ નામના પ્લાન્ટના લેબર ક્વાર્ટરમાં અજાણ્યા તસ્કરોએ તાળા તોડીને ચોરી કરી હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે રાજકોટ રેન્જ આઈ.જી.પી. શ્રી નિર્લિપ્તરાય સાહેબ તથા મોરબી પોલીસ અધિક્ષક શ્રી એમ.એન. પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસે ઘરફોડ ચોરીના એક વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.


ચોરોએ ત્યાંથી આશરે ૮૦૦ મીટર ૦૬ એમ.એમ. પટ્ટી કેબલ વાયર (કિંમત રૂ. ૧,૮૬,૪૦૦/-), ૦૮ નંગ પાવર સ્પ્લાયના સ્ટાર્ટર (કિંમત રૂ. ૮,૦૦૦/-), કુલ મુદ્દામાલ: રૂ. ૧,૯૪,૪૦૦/- ની ચોરી કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં ૧. વાસુદેવભાઇ રમેશભાઇ દેગામા (રહે. મકનસર, મોરબી) ૨. મનજીભાઇ ઉર્ફે શક્તિભાઇ મંગાભાઇ થરેસા (રહે. મકનસર, મોરબી) ૩. કનૈયાલાલ મગનાલાલજી રેગર (રહે. હાલ સરતાનપર રોડ, મૂળ રાજસ્થાન) ૪. ભેરૂલાલ માંગુલાલ ગુર્જર (રહે. હાલ ઢુવા ચોકડી, મૂળ રાજસ્થાન) નો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી ૫૪ કિલોગ્રામ વજનના બાળી નાખેલા તાંબાના વાયરના ગુંચળા જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં ઇન્ચાર્જ પી.આઈ. શ્રી એચ.એ. જાડેજા, પીએસઆઈ એલ.એ. ભરગા તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમના સ્ટાફના માણસો જોડાયા હતા…
