અરણીટીંબા, જડેશ્વર રોડ અને ગાયત્રીમંદિર ખાતે આજે 2 વૃક્ષ પડી ગયા હતા
મોરબી જીલ્લામાં સવારે ૬ થી સાંજે ૬ સુધીમાં વાંકાનેર તાલુકામાં ૬૨ મીમી અને મોરબી તાલુકામાં ૫૩ મીમી, માળિયા તાલુકામાં ૬૩ મીમી, ટંકારા તાલુકામાં ૫૬ મીમી, હળવદ તાલુકામાં ૪૫ મીમી નોંધાયો હતો.
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ પાસે ઝાડ પડી જતા રોડ બંધ થયો હતો જેથી વાંકાનેર પોલીસ અને ગ્રામજનોએ સાથે મળીને ઝાડ દુર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો પોલીસની અલગ અલગ ટીમો રોડ પર વૃક્ષો હટાવવા સહિતની કામગીરી કરી હતી.
વાંકાનેર શહેરના ગાયત્રીમંદિર ખાતે આજે 2 વૃક્ષ પડી ગયા હતા ભારે પવન ફૂંકાતા 2 વૃક્ષ તૂટી પડ્યા હતા તો વાંકાનેર શહેરના જડેશ્વર રોડ પર પણ એક વૃક્ષ ધરાશાયી થયું હતું સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી.