કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સ્ટેમ ક્વિઝમાં વાંકાનેર- ટંકારાના વિદ્યાર્થી બન્યા વિજેતા

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરીત “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા મોરબી જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી સાથે સંકલન કરી મોરબી જીલ્લાની શાળાઓએ ધો. 9 થી 12 ના 20000 + વિદ્યાર્થીઓનું સ્ટેમ ક્વિઝ 3.0 માં રજીસ્ટ્રેશન કરાવેલ હતું…

જેની ઓનલાઇન માધ્યમથી જીલ્લાની વિવિધ શાળામાં આયોજન કરવામાં આવ્યું જેમાંથી હર એક તાલુકામાંથી શ્રેષ્ઠ 10 વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવી હતી જેનો ઝોન કક્ષાએ સમાવેશ કરવામાં આવ્યો છે અને ઝોન કક્ષાની સ્પર્ધામાં જિલ્લામાં પસંદ થયેલ મોરબી જિલ્લાના દરેક તાલુકાના ટોપ 10 વિદ્યાર્થીઓ રિઝિયોનલ સાયન્સ સેન્ટર ભૂજ ખાતે ભાગ લીધેલો હતો જેમાંથી શ્રેષ્ઠ 12 વિદ્યાર્થીમાંથી ૩ મોરબી જિલ્લાનાં વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં રોહિત ભરતભાઈ બાવરીયા (વી.એસ.હાઈસ્કૂલ વાંકાનેર), પ્રિયંકા મનીષભાઈ બારૈયા (ઓપરેટ કન્યા વિદ્યાલય ટંકારા) અને આયુષી જીતેન્દ્રભાઈ માકાસણા (નાલંદા વિદ્યાલય) નો સમાવેશ થાય છે. જેમની સાથે ટંકારા તાલુકાના કોર્ડીનેટર અને ઓરપેટ શાળાના આચાર્યઅસ્મિતાબેન ગામી વાંકાનેર તાલુકાના કોડીનેટર અને એલ.કે. સંઘવીના શાળાના આચાર્ય દર્શનાબેન જાની વિદ્યાર્થીઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા ભૂજ ખાતે બધા જ તાલુકાના પાંચમા અને છઠ્ઠા નંબરે આવેલા વિદ્યાર્થીઓને ટેલિસ્કોપ ઈનામ સ્વરૂપે આપવામાં આવ્યાં હતા અને ટોપ 4 વિદ્યાર્થી જે હવે રાજ્યની ક્વિઝ માટે ગાંધીનગર સાયન્સ સીટી ખાતે રમવા જશે ત્યાં તેમનેટેબલેટ, થ્રી ડી પ્રિન્ટર તેમજ રોબેટિક કીટ આપવામાં આવશે. મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર આ તમામ ટોપ ફોર વિદ્યાર્થીઓને મોરબી જીલ્લાના શિક્ષણ અધિકારી કમલેશ મોતા તેમજ પ્રવિણભાઈ અંબારીયા અને “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક એલ.એમ.ભટ્ટ તેમજ કો ઓડીનેટર દીપેન ભટ્ટ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા….

Content Copying Forbidden !!

error: Content is protected !!