કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર: ધ્યાનમાં રાખવા જેવા ટ્રેનના સમાચાર

ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ અને વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસને અસર
વાંકાનેર આવતી-જતી ગાંધીધામ કામાખ્યા ટ્રેનના કેટલાક કોચમાં આગ લાગી હતી

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી સંબંધિત બિન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી અથવા પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1. 20મી અને 21મી જુલાઈ, 2024ની ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.
2. 19મી અને 20મી જુલાઈ, 2024ની ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ રદ રહેશે.
3. 19 અને 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
4. 20મી અને 21મી જુલાઈ, 2024ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.

વાંકાનેર આવતી-જતી ગાંધીધામ કામાખ્યા ટ્રેનના કેટલાક કોચમાં આગ લાગી હતી

પ્રાપ્ત માહિતી પ્રમાણે વાત કરીએ તો ગાંધીધામથી આસામના કામાખ્યા જતી અને વાંકાનેર આવતી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના કેટલાક કોચમાં બુધવારે આગ લાગી હતી. આ ઘટના આસામના બોંગાઈગાંવમાં બની હતી. આગનું કારણ યાંત્રિક ખામી હોવાનું કહેવાય છે. સદનસીબે હાલ સુધી કોઈ જાનહાની થયાના સમાચાર સામે આવ્યા નથી. તેમ સમાચાર એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!