
વાંકાનેર તાલુકાના છેવાડાના વિનયગઢ ગામે ગઈ કાલે વીજ બોર્ડે પોલીસ ખાતાની મદદ લઈને ચેકીંગ હાથ ધર્યું હતું. આ ગામના મેર સંજય રઘુભાઇ નામના શખ્સે ખાનગી ટી સી મારફત સીધું હુકીંગ કરી 26 કિલો વોટનું વીજ જોડાણ લીધું હતું.
સંજયભાઈને 41 લાખનું બિલ ફટકારી કલમ 135 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. વીજતંત્રે 63 કેવીનું ટ્રાન્સફોર્મર, 11 કેવી કન્ડકટર અને 16 એમએમનો કેબલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરી છે. આથી વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.
