મોરબીમાં જેલ નજીક વણકરવાસ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની મોંઘી દાટ નવ બોટલો મળી આવી હતી જેથી પોલીસે તેની પાસેથી કુલ મળીને 14,937 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને 


આરોપી યાશીન સિદીકભાઇ કુરેશી (22) રહે. મતવા વાસ ગેબનશા પીરની દરગાહ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી. અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તેને નાગોરી ઈમ્તિયાઝ હનીફભાઈ રહે. વાંકાનેર વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી આ બંને શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે….
