વાંકાનેર: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લઈને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09453/09454 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ)
ટ્રેન નંબર 09453 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 06 સપ્ટેમ્બર 2023 (બુધવાર) ના રોજ અમદાવાદથી રાત્રે 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે (ગુરુવારે) સવારે 08.20 કલાકે ઓખા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09454 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 07 સપ્ટેમ્બર 2023 (ગુરુવાર) ના રોજ ઓખાથી રાત્રે 23:45 કલાકે ઉપડશે અને
બીજા દિવસે (શુક્રવારે) 08:40 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09453/54 માટેનું બુકિંગ 01 સપ્ટેમ્બર 2023થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ http://www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.