યુવકે ‘એક કા તીન’ની લાલચમાં ત્રણ લાખ ગુમાવ્યા
વાંકાનેરના યુવકને અંજાર (કચ્છ) બોલાવી ‘એક કા તીન’ની લાલચ આપીને ત્રણ લાખ રોકડાં રૂપિયા બળજબરીથી પડાવી લઈ ઠગ ત્રિપુટીએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેરના ૨૫ વર્ષિય મહેન્દ્ર મકવાણા નામના યુવકે ઈમ્તિયાઝ નામના શખ્સ અને તે બે અજાણ્યા સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.
ગયા મહિને વી_પટેલ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાખ સામે ત્રણ લાખ રૂપિયા મળવાની પોસ્ટ જોઈને ફરિયાદી આરોપીઓના સંપર્કમાં આવેલો. ચીટરોએ તેનો વારંવાર સંપર્ક કરીને અંજાર રૂબરૂ આવી સેમ્પલની નોટનો નમૂનો જોઈ લેવા જણાવેલું. મહેન્દ્ર મકવાણા વાંકાનેરમાં ક્યાં વિસ્તારનો છે, એ જાણવા મળેલ નથી.
ફરિયાદી ૨૦ ઓક્ટોબરના રોજ ત્રણ લાખ રૂપિયા લઈને અંજારગયેલો . આરોપીઓએ પ્રથમ તેને ચેક કરવા માટે નોટનો નમૂનો આપવાના બહાને અંજારની સરકારી હોસ્પિટલ પાસે બોલાવેલો. અહીં સફેદ રંગની નંબર પ્લેટ વગરની આઈ ટવેન્ટી કારમાં ત્રણે ચીટરો આવેલા. તેને પાંચસોની નોટ આપેલી. થોડીકવાર બાદ તેને અંજારના દબડા રોડ પર બોલાવેલો. ફરિયાદી રીક્ષા કરીને ત્યાં પહોંચ્યા બાદ આરોપીઓ તેને કારમાં બેસાડીને અજાણી ઝાડી ઝાંખરાવાળી જગ્યાએ લઈ ગયેલાં. જ્યાં એક આરોપીએ કારમાં બેઠેલાં ઈમ્તિયાઝ શેઠને ત્રણ લાખ રૂપિયા આપી દેવા કહેલું.
ફરિયાદીએ ‘પહેલાં નવ લાખ રૂપિયા આપો તો ત્રણ લાખ રૂપિયા આપું‘ તેમ કહેતાં ત્રિપુટી બળજબરીથી તેની પાસે રહેલી ત્રણ લાખ રૂપિયા ભરેલી બેગ મેળવી લઈ, મારી નાખવાની ધમકી આપી આપી, કારમાંથી ધક્કો મારી બહાર કાઢી મૂકી નાસી ગઈ હતી.
અંજાર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ઓળખ કરી ઝડપી પાડવા આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

