સુપ્રીમ કોર્ટમાં સોનારા સહિત ત્રણ પોલીસકર્મીની સજા બહાલ
યુવાનનું મુંડન કરી સરઘસ કાઢ્યું હતું
જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં 19 વર્ષ પહેલા અનુસુચિત જાતિના યુવાનને પોલીસ સ્ટેશનમાં બેરહેમીથી માર મારી મુંડન કરી સરઘસ કાઢવાના ચકચારી પ્રકરણમાં સંડોવાયેલા ફોજદાર બી.પી.સોનારા સહિતના ત્રણ પોલીસ કર્મચારીઓ સામેની સજાનો હુકમ સુપ્રીમ કોર્ટે કાયમ રાખ્યો છે અને ત્રણેય પોલીસ કમર્ચારીઓને ત્રણ સપ્તાહમાં સરન્ડર કરવાનો આદેશ આપતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ ચકચારી પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ, ભેંસાણમાં રહેતા અનુસુચિત જાતિના નિર્દોષ યુવાનને વગર વાંકે પોલીસ સ્ટેશને લઈ જઈ બેરહેમીથી માર મારી તેનું મુંડન કરાવી સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ અંગે યુવાને ફરિયાદ કરતાં વિસાવદર સેન્સ કોર્ટે ભેંસાણના પીએસઆઈ બળવંતભાઈ પ્રભાતભાઈ સોનારા, પોલીસ કોન્સ્ટેબલ રમેશ છગનભાઈ પાનસુરીયા, રામજીભાઈ હમીરભાઈ મિયાત્રા સહિત ચારને સજા ફટકારી હતી.
વિસાવદર સેન્સ કોર્ટે ફોજદાર સોનારાને ત્રણ વર્ષની અને પોલીસ કોન્સ્ટેબલને એક એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો. આ કેસ દરમિયાન એક પોલીસ કર્મચારી દાદુભાઈ મેરનું અવસાન થતાં તેમની સામેનો કેસ પડતો મુકાયો હતો.
સજાના હુકમ સામે ફોજદાર સોનારા અને પોલીસ કર્મચારીઓ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. પરંતુ હાઈકોર્ટે પણ સેન્સ કોર્ટનો હુકમ કાયમ રાખ્યો હતો. જેની સામે સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ સંજીવ ખન્ના અને એસ.વી.એન.ભાટીની ડીવીઝનલ બેન્ચ સમક્ષ આ અપીલ ચાલી જતાં સેન્સ કોર્ટ અને હાઈકોર્ટેના હુકમને કાયમ રાખી ફોજદાર બી.પી.સોનારાને ત્રણ વર્ષની સજા અને બે પોલીસ કર્મચારીને એક એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો અને ત્રણેય પોલીસ કમર્ચારીઓને ત્રણ સપ્તાહમાં સરન્ડર કરવા આદેશ આપતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો
આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો
અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો