પરિચયમાં ભોળવી સોનાની બુટી પડાવી લીધાનો આક્ષેપ
અન્ય કોઈ કારણો પણ છે? તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી
વાંકાનેર: વાંકાનેરની પરિણિતાએ ઝેર પીધું હતું. તેણી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. થાનગઢ તાલુકાના એક શખ્સે પરિચયમાં ભોળવી સોનાની બુટી પડાવી લીધાનો આક્ષેપ છે.
મળતી માહિતી મુજબ, 35 વર્ષીય પરિણિતાએ જણાવ્યું કે, તેના લગ્ન 10 વર્ષ પહેલા થયેલ. સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. ગઈકાલે વાંકાનેર ઘરેથી નીકળી ગયેલ. દેવા પાસે અમરાપર (થાનગઢ) ગઈ હતી.
દેવાએ તેણીને ભોળવી પરિચય કેળવી સોનાની બુટી પડાવી લીધી હતી. તે પરત માંગતા આપેલ નહીં. જેથી ગઈકાલે સવારે 11 વાગ્યા આસપાસ પોતે અમરાપુરના બોર્ડ પાસે હતી ત્યારે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ ગઈ હતી. 
વાત માત્ર સોનાના બુટીયા પડાવી લેવાની જ છે કે પછી અન્ય કોઈ કારણો પણ છે? તે જાણવા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
