કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેરના ત્રણ પ્રા. આરોગ્ય કેન્દ્રમાં મફત સુવિધાઓ

મહાદેવનગર, રામકૃષ્ણ શાળાની બાજુમાં, પંચાસર રોડ ખાતે શહેરીજનોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ

વાંકાનેર: હાલ વાંકાનેર નગરપાલિકાના શહેરી વિસ્તારના અલગ-અલગ વિસ્તારમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જેમાં વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં એક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે…

યુ.પી.એચ.સી. વાંકાનેર મહાદેવનગર, રામકૃષ્ણ પ્રાથમિક શાળાની બાજુમાં, પંચાસર રોડ ખાતે વિવિધ પ્રકારની આરોગ્યલક્ષી સુવિધાઓ નાગરિકો માટે ઉપલબ્ધ છે…

શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રાજ્ય સરકારની વિવિધ યોજના મુજબની દરેક પ્રાથમિક સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. જેમાં લેબોરેટરીમાં લોહી પેશાબના 17 ટેસ્ટ મફત કરવામાં આવે છે. (HB,RBS, યુરીન, સુગર, આલ્બ્યુમીન, UPT, TLC, RBC, DLC, MP, ESR, HBSAG, BGRH, HIV TEST, ગળફાની તપાસ વગેરે) તેમજ સગર્ભા બહેનોને મફત માસિક અને ત્રિમાસિક તપાસ, રસીકરણ અને મમતા કાર્ડ બનાવી આપવામાં આવે છે. દર સોમવારે બાળકોને રસીકરણ મફતમાં કરવામાં આવે છે. OPD સવાર- સાંજ ચલાવવામાં આવે છે. NCD કાર્યક્રમ અંતર્ગત 30 વર્ષથી વધુ ઉંમરના લોકોની આરોગ્ય તપાસમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશરની તપાસ અને સારવાર મફત કરવામાં આવે છે…

આ ઉપરાંત બ્રેસ્ટ કેન્સર, ઓરલ કેન્સરની તપાસ કરવામાં આવે છે. આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડ મફતમાં કાઢી આપવામાં આવે છે. સગર્ભા માતાઓને PMMVY યોજના અને નમોશ્રી યોજનાના નાણાકીય લાભ માટેના ફોર્મ ભરી આપવામાં આવે છે. ફેમીલી પ્લાનિંગની વિવિધ પદ્ધતિઓનો લાભ લાભાર્થીઓને વિના મુલ્યે આપવામાં આવે છે. જેમાં સ્ત્રી નસબંધી ઓપરેશન, પુરુષ નસબંધી ઓપરેશન, IUD, છાયાગોળી, અંતરાઈન્જેકશન, માલા ગોળી, નિરોધ વગેરે મફત આપવામાં આવે છે…શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સરકારશ્રીની યોજના મુજબની સેવાઓનો વાંકાનેરના શહેરીજનોને વધુમાં વધુ લાભ લેવા માટે જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આરોગ્ય શાખા જિલ્લા પંચાયત- મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!