કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પોરબંદરમાં મારામારીના ગુન્હામાં વોન્ટેડ વાંકાનેરથી ઝડપાયો

પોરબંદરમાં મારામારીના ગુન્હામાં વોન્ટેડ વાંકાનેરથી ઝડપાયો

સગીરાને ભગાડી જવાના ગુન્હામાં જેલમાંથી છૂટયા બાદ તેના ઘરે જઇને પથ્થરના છૂટા ઘા કરી આપી હતી ધમકી

વાંકાનેર: પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં એક સગીરાનું અપહરણ કરીને ખરાબ કૃત્ય કરનાર શખ્શ જેલમાંથી છૂટીને સગીરાના ઘરે જઈ કેસમાં સમાધાન કરાવવા ધમકી આપીને પથ્થરમારો કરી સાત મહિનાથી નાશી છૂટયો હતો જેને પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાંકાનેર ખાતેથી પકડી પાડયો છે…

જાણવા મળ્યા મુજબ ડી.જી.પી. ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા નાસતા ફરતા આરોપીને પકડવા સારુ ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જે અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે કાંબરીયાના માર્ગદર્શન મુજબ હેડકોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ, જીતુભાઇ દાસા તથા પોલીસ કોન્સ્ટેબલ અજયભાઇ ચૌહાણને ખાનગી રાહે હકીકત મળેલ કે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમ અને જી.પી.એકટની કલમ મુજબ સગીરાના અપહરણના ગુન્હાના ફરીયાદીએ

એવા મતલબની ફરીયાદ આપેલ હતી કે આરોપી ભરત ભાલદેભાઇ કેશવાલાએ સાત મહિના પહેલા ફરિયાદીની સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવી ભગાડી જઇ તેણી સાથે ખરાબ કામ કરેલ હોય, જેથી ફરિયાદીએ આરોપી વિરૂધ્ધમાં પોલીસ ફરિયાદ લખાવેલ અને જેલમાંથી છૂટેલા સાગરીતો સાથે બંને આરોપીઓએ ફરિયાદીના ડેલીમાં છુટ્ટા પથ્થરોના ઘા કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી અને ફરિયાદી કેસમાં સમાધાન નહી કરે તો ઘરના બધા સભ્યોને મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ હોય જેથી ઉપરોકત વિગતેની

ફરિયાદ આપતા ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં આરોપી ભરત માલદેભાઇ કેશવાલા છેલ્લા સાતેક મહિનાથી નાસતો ફરતો વાંકાનેર ખાતે હોવાની હકીકત મળતા એલ.સી.બી. સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ પઠાણ તથા જીતુભાઇ દાસાને વાંકાનેર ખાતે ઉપરોકત આરોપીની તપાસમાં મોકલતા આરોપી ભરત માલદેભાઇ કેશવાલા ઉ.વ. 23 રહે. ખાપટ મારૂતી ઓઇલમીલ પાસે બાપા સીતારામના ઓટલા પાસે નવાપરા પોરબંદરવાળી વાંકાનેર ખાતેથી મળી આવતા વધુ પૂછપરછ અર્થે પોરબંદર લઇ આવી આગળની કાર્યવાહી કરવા માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે…ગુપ્ત માહિતી/ દેશ વિરોધી લખાણો પોસ્ટ કરનાર સામે કાર્યવાહીના આદેશ

આ કામગીરીમાં એલ.સી.બી ઇન્ચાર્જ પી.આઇ. આર.કે. કાંબરીયા, એ.એસ.આઇ. બટુકભાઇ વિઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિદભાઈ મકવાણા, મુકેશભાઇ માવદીયા, હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાઇવર રોહિતભાઇ વસાવા વગેરે રોકાયેલા હતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!