કાર્યપાલક ઇજનેર (બાંધકામ) જેટકો, બાંધકામ વિભાગ, રાજકોટ બાંધકામ વિભાગીય કચેરી, નાના મવા મેઈન રોડ, લક્ષ્મીનગર, રાજકોટ-૩૬૦ ૦૦૪ ફોન ફેકસ:- (૦૨૮૧) ૨૩ ૮૬ ૫૨૫ વાળાએ
એક યાદીમાં જાહેર ચેતવણી આપતા જણાવેલ છે કે આથી જાહેર જનતાને સવિનય જણાવવાનું કે હયાત ૬૬ કે.વી. વાંકાનેર (૨૨૦ કે.વી.) ઢુવા એચ ફ્રેમ ડોગ કન્ડક્ટર વિજરેષા ટાવર પર પેન્થર કન્ડકટર બેવડી વિજરેષામાં રૂપાંતરીત કરવાની
કામગીરી કિશાન સર્વોદય યોજના અંતર્ગત પ્રસ્થાપીત કરવાની કામગીરી પ્રગતી હેઠળ છે, કે જે મહદઅંશે વાંકાનેર તાલુકાના હસનપર, ભોજપરા તથા વાંકાનેર ગામના સીમતળ તથા આજુ-બાજુના વિસ્તારમાંથી પસાર થાય છે. તેનો આંશિક વિભાગ એટલે કે
૨૨૦ કે.વી. વાંકાનેર સબસ્ટેશનથી એપી-૮ સુધીના ૬૩૦ સ્ક્વેર એમ.એમ. અંડર ગ્રાઉન્ડ (૩+૧) વીજરેષા (૨.૮૨૬ કી.મી.) ને ૬૬ કે.વી. ના વિજ દબાણથી તારીખ:-૦૬/૦૫/૨૦૨૪ને સોમવાર કે ત્યારબાદ ગમે ત્યારે કાયમી ધોરણે વિજપ્રવાહ વહેતો કરવામાં આવશે. આ લાઇનના
વિજરેષાની નજીક કે ઉપર કાચું કે પાકું બાંધકામ કરવું નહી, તથા ૬૬ કે.વી. અન્ડર ગ્રાઉન્ડ કેબલ વીજરેષાના રૂટ ઉપર કોઈપણ જાતનું ખોદકામ કરવું નહી. કસુર થયે જાનમાલની હાની થવા સંભવ છે. આમ છતા આ ચેતવણીનો અનાદર કરી કોઈ વ્યકિત જાણ્યે, અજાણ્યે આવુ ક્રુત્ય કરશે તો
ઈન્ડીયન ઈલેક્ટ્રીસિટી એકટ હેઠળ કાયદેસર ગુનેગાર ગણાશે તેમજ જો કોઈ અકસ્માત થશે તો આવી કોઈ હાની માટે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લિમીટેડ જવાબદાર રહેશે નહી તે બાબતની ખાસ નોંધ લેવા વિનંતી.