ગાયત્રી મંદિર ખાતે આયોજન
વાંકાનેરમાં ગાયત્રી મંદિર ખાતે ગીર ફાઉન્ડેશન દ્વારા 101 વેસ્ટ ટુ રીયુઝ પ્લાસ્ટિક વેસ્ટ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ને પણ સાથે રાખીને આ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્લાસ્ટિક વેસ્ટ માંથી જુદી જુદી પ્રવુતિ કરી શકાય તે માટે વિડ્યો ફિલ્મ, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિશેષ જ્ઞાન આપવામાં આવ્યું
જેમાં કાર્યક્રમમાં 10 થી વધુ શાળામાંથી પસંદ કરેલા વિદ્યાર્થીઓ શિક્ષકશ્રીની સાથે ઉપસ્થિત મહેમાન શ્રી યુવા સંગઠનના ટ્રસ્ટ વાંકાનેરમાંથી માનનીય ટ્રસ્ટી કલ્પેન્દ્રભાઈ મહેતા સાહેબની હાજરીમાં કાર્યક્રમ કરવામાં આવ્યો; તેમજ તેમના વિચારો પણ પર્યાવરણની બાબતોમાં રજુ કર્યો તેમજ વિજ્ઞાન કેન્દ્રનાં જીલ્લા કો ઓર્ડીનેટર દિપેનકુમાર એલ ભટ્ટ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વિશે જાગૃતિ લોકોમાં લાવી શકાય તે માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વિષતૃત માહિતી આપી હતી, તેમજ ગીર ફાઉન્ડેશનમાંથી હરેશભાઈ પ્રજાપતિ તેમજ ચૌધરીભાઈ પણ હાજર રહ્યા હતા
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો