ઝાડા-ઊલટીના કેસ વધવાની સાથે આંખો આવવાના રોગે પણ દેખા દીધી
વાંકાનેર શહેર તથા તાલુકામા પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચકયું છે, જેમાં ઝાડા ઉલ્ટીના દર્દીઓથી દવાખાના ઉભરાઈ ગયા ;છે તો સાથે જ આંખો આવવાની બીમારીએ પણ લોકોને મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. હાલ ચોમાસાની ઋતુમાં ગંદકીને કારણે રોગચાળો વકર્યો છે અને આંખો આવવાની બીમારીથી પીડાતા લોકો ત્રાસ પોકારી ગયા છે.

ચાલુ મહિનામાં સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે સરેરાશ 400થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે, જેમાં મોટાભાગના દર્દીઓ ઝાડા ઉલટી તેમજ આંખો આવી હોય તેવા દર્દીઓનો સમાવેશ થાય છે.

સરકારી હોસ્પિટલમાં સવાર પડેને દર્દીઓની લાંબી કતારો લગાવી સારવાર માટે પહોંચે છે. ચાલુ મહિનામાં પ્રાપ્ત માહિતી મુજબ સૌથી વધુ

650 દર્દી એક જ દિવસમાં સારવાર માટે આવ્યા હતા તો તેમાં મોટાભાગના ઝાડા ઉલટી તેમજ આંખો આવવાની બીમારીથી પીડાતા દર્દીઓનો સમાવેશ થાય છે તેમજ દિન પ્રતિદિન દર્દીઓમાં વધારો થતો હોવાનું જાણવા મળ્યું છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
