બોલો! ફૂટ વાલ્વ ફરતે જામી ગયેલી શેવાળ હટાવવા પાણી બંધ રાખવા લેવાયો નિર્ણય
વાંકાનેર પાલિકા દ્વારા તા. ૨૮ થી ૩૧ સુધી સુધી ચાર દિવસ પાણી વિતરણ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવતાં લોકોમાં ભારોભાર નારાજગી વ્યાપી ગઇ છેે, તહેવારો નજીક છે અને ગૃહિણીઓ દિવાળીની સફાઇ કામગીરી કરતી હોઇ પાણીનો ઉપાડ સ્વાભાવિક રીતે વધારે રહેવાનો હોય ત્યારે જ પાણી કાપ ઝીંકી દેવાયો છે અને પાણી વિતરણની વૈકલ્પિક વ્યવસ્થા પણ ન કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જો કે આ માટે તંત્રએ એવું બહાનું આપ્યું છે કે સમ્પના ફૂટ વાલ્વ ફરતે શેવાળ જામી ગઇ હોઇ, સફાઇ કામગીરી કરવા માટે વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે
વાંકાનેર પાલિકા તંત્ર છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં સપડાયું છે, જેમાં પાલિકા તંત્ર દ્વારા લોકોની સુખાકારી માટે કાળજી લેવામાં આવતી નથી, રસ્તાઓની મરામત કે નવીનીકરણ કરવામા આવતી નથી તેમજ કોઈ જ પાયાની જરૂરિયાત સંતોષવામા પાલિકા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે જેમાં જ્યાંથી પાલિકા પાણી વિતરણ માટે મોટરો પાણી ઉપાડે છે તેમાં પાણીમાં રહેલા ફૂટ વાલ ફરતે સેવાળ જામી ગયો હોવાથી પાણી સાથે સેવાળ તેમજ ડહોળુ પાણી વિતરણ થઇ રહ્યું છે જેને કારણે લોકોમાં છેલ્લા કેટલાય સમયથી કચવાટ ફેલાયો હતો ત્યારે પાલિકા તંત્ર દ્વારા નિયમિત ફૂટ વાલ્વની સફાઈ કામગીરી ન કરવાના કારણે પ્રજાજનો માટે વિતરણ કરવામાં આવતું પાણી બંધ કરવાની નોબત આવી છે.
અગાઉ ડહોળા પાણી માટે મચ્છુ-1 ના રિપેરિંગનું ખોટું બહાનું કાઢી લોકોને ઉઠા ભણાવવામાં આવ્યા હતા, ત્યારે પણ લોકોમાં રોષ ફેલાયો હતો.
નિ:સંતાન દંપતી માટે નિ:શુલ્ક માર્ગદર્શન કેમ્પ વાંકાનેર
તા: 29-10-23 રવિવાર
સમય: 8:30 થી 12:30
કેમ્પ સ્થળ:
બાદી હોસ્પિટલ 🏥
આશિયાના સોસાયટી,
જિનપરા,વાંકાનેર
વધુ માહિતી/નામ નોંધવા માટે:
9409166480
યશ સોલંકી
દરેક નિ:સંતાન દંપતી ને લાભ લેવા વિનંતી
વિંગ્સ ivf હોસ્પિટલ રાજકોટ
થી ડોક્ટર્સ ની ટીમ કેમ્પ નું પ્રતનિધિત્વ કરશે.
આ મેસેજ ને જરૂરિયાત વાળા દર્દી ને મોકલવા વિનંતી.🙏🙏