તંત્રે એક વર્ષમાં ફ્રાંસ ટેક્નોલોજીની માત્ર અને માત્ર ડિઝાઈન બનાવી
ટંકારા: તાલુકાના મિતાણા નજીક આવેલ ડેમી- 1 સિંચાઈ ડેમના ફ્યુઝ ગેઈટ પડી ગયા હોય પહેલા કરતા ઓછા પાણીનો સંગ્રહ થશે. ભુકંપ બાદ આ ડેમ ઉપર ફ્રાંસ ટેક્નોલોજીના ગેઈટ નાખી પાણી સપાટી વધારી હતી. 



ફ્રાંસ ટેક્નોલોજીના અવેજમાં ભારતમાં બિજો કોઈ વિકલ્પ નથી, તંત્રે એક વર્ષમાં માત્ર અને માત્ર ડિઝાઈન બનાવી છે, બંગાવડી ડેમ ઉપર 2017 માં ગેઈટ પડ્યા બાદ ચાલું વર્ષ સુધી કામ થયું નથી. ત્યારે આ ડેમનું કામ ક્યારે થશે એ સૌથી યક્ષ સવાલ છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે….
