કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગુલાબનગરમાં ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા કરાઈ

ગુલાબનગરમાં ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા કરાઈ

મહિલાઓએ ખાલી માટલા સાથે રજૂઆત કરી હતી

વાંકાનેર : શહેરની બાજુમાં આવેલ ગુલાબનગર ખાતે છેલા ૧૫ દિવસથી પાણી વિતરણ બંધ કરવામાં આવતા ગામ લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો જેના પગલે ગ્રામજનો દ્વારા મહિલાઓએ ખાલી માટલા સાથે પાલિકા કચેરી તથા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવેલ…

મળેલ માહિતી મુજબ ગુલાબનગરમાં થોડા દિવસો પહેલાં પાલિકા દ્વારા પાણીના કનેક્શન કાપી નાખવામાં આવતા ગ્રામજનો પાણી વગર છેલા ૧૫ દિવસથી ટળવળતા હતા. કાળજાળ ઉનાળાની સીઝનમાં પાણી માટે પ્રજાજનો આમતેમ રઝળતા હોય ત્યારે પ્રજાજનોની ધીરજનો અંત આવ્યો હતો અને અગ્રણીઓ સાથે પાણી માટે પાલિકા કચેરી તથા સેવા સદન ખાતે મહિલાઓ ખાલી માટલા સાથે પહોંચી રજૂઆત કરી હતી. જે ઘટનાનો મીડિયામાં વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ થયો છે. મીડિયામાં પ્રસિદ્ધ થયેલ અહેવાલને પગલે તંત્ર દોડતું થયું હતું અને ટેન્કર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી…

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!