ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું હવે ફરજિયાત
ગુજરાત સરકાર દ્વારા પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના કલ્યાણ માટે એક વિશેષ વેબ પોર્ટલ www.esm.gujrat.gov.in કાર્યરત કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકો તથા તેમના આશ્રિતોએ આ વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું હવે ફરજિયાત છે.

અગાઉ આઈકાર્ડ મેળવવા, ડિપેન્ડન્ટ કાર્ડ, એન.ઓ.સી., દીકરી લગ્ન સહાય કે આર્થિક સહાય જેવી સેવાઓ માટે સૈનિક બોર્ડમાં રૂબરૂ જઈને મેન્યુઅલ ફોર્મ ભરવા પડતા હતા. પરંતુ હવે આ તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન કરી દેવામાં આવી છે. જો રજીસ્ટ્રેશન થયેલું હશે તો જ આગામી સમયમાં ઓનલાઈન અરજી કરી શકાશે, અન્યથા સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે જેથી આ રજીસ્ટ્રેશન ફરજિયાત છે. આ રજીસ્ટ્રેશન ઘરે બેઠા મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કરી શકાય છે.

વધુ માર્ગદર્શન માટે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી, રાજકોટના ફોન નંબર 0281-2476825 પર સંપર્ક કરવા અથવા તમામ અસલ દસ્તાવેજો સાથે રૂબરૂ કચેરીનો સંપર્ક કરવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીની યાદીમાં જણાવાયું છે.
