કેસરીદેવસિંહ ઝાલા અને મોહનભાઈ કુંડાળિયાએ આવકાર્યા
વાંકાનેર: ગઈ કાલે કુવાડવા ત્રિમંદિર ખાતે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પ્રથમ વખત રાજકોટ આવતા તેમનો સ્વાગત સમારોહ કાર્યક્રમ ત્રિમંદિર ખાતે યોજેલ હતો
જેમાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, લોકસભા સાંસદ મોહનભાઈ કુંડાળિયા તથા ધારાસભ્યો દ્વારા સન્માન કરી તેમને હર્ષથી આવકાર્યા હતા, રાજકોટ લોકસભા સીટ ઉપરથી ટિકિટ મળતા પ્રથમ વખત રાજકોટના પ્રવાસે આવી રહેલા હોય ત્યારે સંગઠનના સર્વે હોદ્દેદારોશ્રીઓ તથા ચૂંટાયેલ સદસ્યશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા સન્માન કરવામાં આવેલ, આ તકે પરસોતમ રૂપાલા દ્વારા સર્વે કાર્યકર્તાઓને સંબોધતા સર્વે હોદેદારોને તથા કાર્યકર્તાઓને આવકાર્યા હતા.