કલેકટરને ઘણી જવાબદારી સોંપવામાં આવે છે: યુપીએસસી પાસ થવું પડે છે.
જિલ્લામાં મહેસૂલ વ્યવસ્થાપન સંબંધિત સૌથી મોટી પોસ્ટ ક્લેક્ટર પાસે છે. તેમનું કામ જિલ્લાને સારી રીતે સંચાલિત કરવાનું છે. આ જ કારણ છે કે કલેક્ટરને રાજ્યના એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવે છે. જિલ્લામાં કલેકટરનું પદ ખૂબ જ મહત્વપૂર્ણ છે, વાસ્તવમાં કલેકટર આઈએએસ અધિકારી છે. તેમણે જિલ્લાની અનેક પ્રકારની જવાબદારીઓ સંભાળવાની હોય છે. આમાં સૌથી મહત્વની બાબત રેવન્યુ કોર્ટની કામગીરી છે.
7મા પગાર પંચ મુજબ આઈએએસ અધિકારીઓને 56,100 રૂપિયા બેઝિક સેલરી તરીકે મળે છે. આ સિવાય તેમને TA, DA અને HRA પણ આપવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો તમામ ભથ્થાં એકસાથે લેવામાં આવે તો એક આઈએએસ અધિકારીને શરૂઆતમાં 1 લાખ રૂપિયાથી વધુનો માસિક પગાર આપવામાં આવે છે.
ક્લેક્ટરનો કેટલો હોય છે માસિક પગાર?
7મા પગાર પંચ મુજબ જિલ્લાના કલેકટરને દર મહિને લગભગ 80 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે. જો કે, કેબિનેટ સેક્રેટરીના પદ પર પહોંચતા સુધીમાં તેમનો પગાર 2 લાખ 50 હજાર રૂપિયા થઇ જાય છે.
કલેક્ટરનું શું કામ છે?
જિલ્લાના કલેકટરને રેવન્યુ કોર્ટની જવાબદારી સોંપવામાં આવે છે.
રાહત અને પુનર્વસનની કામગીરી પણ જુએ છે.
જિલ્લા બેંકર સંકલન સમિતિની અધ્યક્ષતા કરે છે.
જિલ્લા આયોજન કેન્દ્રની અધ્યક્ષતાની જવાબદારી પણ કલેકટર પાસે છે.
જમીન સંપાદન અને જમીન મહેસૂલની વસૂલાતમાં મધ્યસ્થીની ભૂમિકા ક્લેક્ટરની પરંપરાગત મુખ્ય જવાબદારી રહી છે.
જમીન રેકોર્ડ મેનેજમેન્ટ
કૃષિ લોનનું વિતરણ
આબકારી જકાતની વસૂલાત.
કલેક્ટરને કઈ કઈ સુવિધાઓ મળે છે?
કલેક્ટર બનેલા આઈએએસ અધિકારીને સરકાર દ્વારા બંગલો આપવામાં આવે છે.
સરકારી વાહન પણ આપવામાં આવે છે.
કાર, ડ્રાઈવર અને નોકર ઘરના કામ માટે આપવામાં આવે છે.
આ ઉપરાંત સરકારી બંગલામાં પટાવાળા, માળી, રસોયા અને અન્ય કાર્યો માટે સહાયકોની સુવિધા આપવામાં આવે છે.
જિલ્લા કલેક્ટર કેવી રીતે બની શકાય?
જિલ્લા કલેક્ટર બનવા માટે યુપીએસસી પરીક્ષા પાસ કરવી પડે છે.