કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

દુનિયામાં શિયા મુસ્લિમની વસ્તી કેટલી છે?

દુનિયામાં શિયા મુસ્લિમની વસ્તી કેટલી છે?

ચાર દેશમાં શિયા મુસ્લિમ બહુમતીમાં છે

ભારતમાં લગભગ 3 થી 5 કરોડ શિયા મુસ્લિમો રહે છે
શિયા સમુદાય મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર, કાશ્મીર, હૈદરાબાદમાં

મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ફરી એકવાર શિયા અને સુન્ની મુસ્લિમ સમુદાયો વિશે ચર્ચાએ જોર પકડ્યું છે. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે આ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, દુનિયામાં શિયા મુસ્લિમની વસ્તી કેટલી છે અને કયા દેશોમાં તેની સૌથી વધુ વસ્તી છે. આ યાદીમાં ભારત પણ મુખ્ય સ્થાન ધરાવે છે. આવી સ્થિતિમાં તે જાણવું જરૂરી છે કે, વૈશ્વિક સ્તરે અને ભારતમાં શિયા સમુદાયની સ્થિતિ શું છે.
દુનિયામાં શિયા મુસ્લિમોની કુલ વસ્તી કેટલી?
અંદાજ મુજબ દુનિયાભરમાં શિયા મુસ્લિમોની સંખ્યા 20 થી 26 કરોડની વચ્ચે છે. આ કુલ મુસ્લિમ વસ્તીના આશરે 10 થી 13 ટકા છે. આનો અર્થ એ થયો કે, દુનિયાના દરેક 100 મુસ્લિમોમાં લગભગ 10 થી 13 શિયા છે. બાકીના મોટાભાગના સુન્ની સમુદાયમાં આવે છે. શિયા સમુદાય ઘણા દેશોમાં ફેલાયેલો છે, પરંતુ કેટલાક દેશોમાં તેમની વસ્તી ખૂબ જ વધારે છે.

કયા દેશોમાં શિયાઓની વસ્તી સૌથી વધુ?
ઈરાન
શિયા મુસ્લિમની વસ્તી ઈરાનમાં સૌથી વધુ છે. અહીં 8 થી 85 કરોડ શિયા મુસ્લિમો રહે છે. દેશની કુલ વસ્તીના 90 થી 95 ટકા શિયા છે. ઈરાન સત્તાવાર રીતે શિયા બહુમતી ધરાવતું ઇસ્લામિક પ્રજાસત્તાક છે.
ભારત
ઈરાન પછી દુનિયામાં સૌથી મોટી શિયા વસ્તી ભારતમાં માનવામાં આવે છે. અહીં લગભગ 3 થી 5 કરોડ શિયા મુસ્લિમો રહે છે. ભારતની કુલ મુસ્લિમ વસ્તીના તેની સંખ્યા લગભગ 10 થી 15 ટકા માનવામાં આવે છે. ભારતમાં શિયા સમુદાય મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર, કાશ્મીર, હૈદરાબાદ અને માનવામાં આવે છે. ભારતમાં શિયા સમુદાય મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર, કાશ્મીર, હૈદરાબાદ અને અન્ય ઘણા વિસ્તારોમાં રહે છે. લખનૌને લાંબા સમયથી શિયા સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે.
પાકિસ્તાન
પાકિસ્તાનમાં 2.5 થી 4.5 કરોડની વચ્ચે શિયા મુસ્લિમો છે. અહીં કુલ મુસ્લિમ વસ્તીના લગભગ 10 થી 20 ટકા શિયા છે.
ઇરાક
ઇરાકમાં શિયા મુસ્લિમો બહુમતી ધરાવે છે. મુસ્લિમ વસ્તીના 65 થી 70 ટકા શિયા મુસ્લિમો છે. કુલ સંખ્યા 2 થી 2.5 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે.
અઝરબૈજાન
અઝરબૈજાનમાં લગભગ 65 થી 75 ટકા વસ્તી શિયા છે. તે ઈરાન પછી બીજા ક્રમનો સૌથી મોટો શિયા બહુમતી ધરાવતો દેશ માનવામાં આવે છે.
બહેરીન
બહેરીનમાં શિયા મુસ્લિમો 65 થી 75 ટકા વસ્તી ધરાવે છે, પરંતુ સત્તા સુન્ની રાજાશાહી પાસે છે.
લેબનોન
લેબનોનમાં મુસ્લિમ વસ્તીના લગભગ 45 થી 55 ટકા લોકો શિયા છે. અહીં શિયાઓને રાજકીય રીતે પણ મજબૂત માનવામાં આવે છે.
યમન
યમનમાં લગભગ 35 થી 45 ટકા લોકો શિયા છે, જેમાં મોટાભાગના ઝૈદી સંપ્રદાય સાથે જોડાયેલા લોકો છે.
અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનમાં 10 થી 15 ટકા મુસ્લિમો શિયા છે.
તુર્કી
તુર્કીમાં 1 થી 2 કરોડ શિયા મુસ્લિમો રહે છે, જેમાં મોટાભાગની બહુમતી અલેવી સમુદાયની છે.

અન્ય દેશો
જ્યોર્જિયામાં 15 થી 25 ટકા, બલ્ગેરિયામાં 10 થી 15 ટકા અને સ્વીડનમાં 20 થી 40 ટકા મુસ્લિમ વસ્તી શિયાની માનવામાં આવે છે.
કેટલા દેશમાં છે શિયા બહુમતી?
દુનિયામાં ફક્ત ચાર દેશ એવા માનવામાં આવે છે, યાં શિયા મુસ્લિમ બહુમતી છે. આ દેશ ઈરાન, ઇરાક, અઝરબૈજાન અને બહેરીન છે. આ દેશોમાં શિયા વસ્તી 50 ટકાથી વધુ છે, જ્યારે બાકીના દેશોમાં તેઓ લઘુમતી તરીકે રહે છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!