અમુક પરિસ્થિતિઓમાં MRI મશીન વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે
MRI અથવા મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એ એક એવી ટેકનોલોજી છે જે શરીરના વિવિધ ભાગોની વિગતવાર તસવીરો લઈને તે ભાગમાં હાજર રોગને શોધી કાઢે છે. ઘણી વખત ડોકટરો માટે આપણા શરીરમાં રોગને સરળ રીતે શોધી કાઢવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં CT સ્કેન મારફતે પણ બીમારી સરળતાથી શોધી શકાતી નથી
CT સ્કેનની તુલનામાં MRI સ્કેન શરીરના આ ભાગોના વધુ સારા અને ડિટેઈલમાં તસવીરો લેવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, તેમાં કોઈપણ પ્રકારના રેડિયેશનનો ઉપયોગ થતો નથી, જે શરીરને નુકસાન પહોંચાડે છે. આ જ કારણ છે કે ડોકટરો MRI સ્કેન કરાવવાની ભલામણ કરે છે.
MRI સ્કેન એક પાવરફૂલ મેડિકલ ઈમેજિંગ ટેકનિક છે જે શરીરની વિગતવાર છબીઓ બનાવવા માટે મેગ્નેટિક ફીલ્ડનો ઉપયોગ કરે છે. આ મશીનનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કરતાં 30 હજાર ગણું વધુ શક્તિશાળી છે. તે રૂમમાં રહેલી કોઈપણ ધાતુની વસ્તુને પોતાની તરફ ખેંચવાની ક્ષમતા ધરાવે છે.
MRI મશીન રૂમમાં રાખેલી વ્હીલચેર અથવા લોખંડની કબાટને પણ પોતાની તરફ ખેંચી શકે છે, જેના કારણે તે દર્દી અથવા તેની સાથે રહેલા લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આગ લાગવાનું કે અન્ય કોઈ પણ પ્રકારના અકસ્માતનું જોખમ હંમેશા રહે છે. હોસ્પિટલમાં MRI સ્કેન કરતા પહેલા કોઈપણ દર્દીની સ્વાસ્થ્ય અને તબીબી માહિતી માંગવામાં આવે છે, જેથી તબીબી ટીમ શોધી શકે કે સ્કેન સુરક્ષિત છે કે નહીં. આ ઉપરાંત, દર્દીની પરવાનગી લેવામાં આવે છે. સ્કેનરના શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રને કારણે દર્દીના શરીર પર અથવા અંદર કોઈ ધાતુની વસ્તુ ન હોવી જોઈએ, કારણ કે તે જીવલેણ છે.
જો કોઈ વ્યક્તિના શરીરમાં પેસમેકર, ધાતુના નકલી દાંત, સાંભળવાની મશીન અથવા આવા અન્ય ઇમ્પ્લાન્ટ હોય તો તેનું MRI કરી શકાતું નથી. આ ઉપરાંત રૂમની અંદર ઘડિયાળ, ઘરેણાં કે કોઈપણ ધાતુની વસ્તુ લઈ જવાની પરવાનગી નથી.
આ ઉપરાંત આ મશીન એવા લોકો માટે પણ ખતરનાક બની શકે છે જેમને બંધ જગ્યાઓનો ડર હોય છે કારણ કે ક્યારેક સ્કેનિંગમાં ઘણો સમય લાગે છે. આવી સ્થિતિમાં તેમને પેનિક અટેક આવી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન ડૉક્ટરો તેનાથી દૂર રહેવાની સલાહ આપે છે. MRI મશીનનો બીજો ગેરલાભ એ છે કે તે સ્કેનિંગ દરમિયાન ખૂબ જ જોરથી અવાજ ઉત્પન્ન કરે છે. આ અવાજ 100 થી 120 ડેસિબલ સુધી જઈ શકે છે, જે કાન માટે હાનિકારક હોઈ શકે છે….
